• Home
  • Local
  • Gujarat
  • Surat
  • The first case of corona in Songadh, the report of a young man from Ahmedabad came positive and the hospital was shifted

તાપી / સોનગઢમાં કોરોનાનો પ્રથમ કેસ,અમદાવાદથી આવેલા યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હોસ્પિટલ ખસેડાયો

કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
X

  • અમદાવાદથી આવેલા યુવકનો રિપોર્ટ પોઝિટિવ
  • 21 વર્ષીય યુવકનો તાવ ખાંસી બાદ રિપોર્ટ કરાયો

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 08:50 PM IST

તાપી. સોનગઢના અલીફનગર ખાતે રહેતા 21 વર્ષીય યુવક નામે શોયેબ બિસ્મિલ્લાહ ખાતિકનો કોરોના રિપોર્ટ પોઝેટિવ આવ્યો છે. અમદાવાદથી આવેલા 21 યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં સોનગઢમાં પ્રથમ કેસ નોંધાયો છે. યુવકને 108માં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે અને સમગ્ર વિસ્તારને તંત્ર દ્વારા સેનિટાઈઝ સહિતની કામગીરી કરવાનું હાથ ધરવામાં આવ્યું છે. 

તાવ અને ખાંસીના લક્ષણો બાદ રિપોર્ટ કરાયો

સોનગઢના અલીફનગર વિસ્તારમાં રહેતો શોયેબ ખાતિક નામનો યુવક તાજેતરમાં અમદાવાદથી પોતાના ઘરે આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા શોયેબને હોમ ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યો હતો. યુવકમાં તાવ અને ખાંસી ના લક્ષણો માલૂમ પડતા કોરોના ટેસ્ટ કરવા માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલનું પરિણામ આવતા શોયેબમાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા પોઝિટિવ જાહેર કરવામાં આવેલ યુવકને કોવિડ-19 જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા આલીફ નગર વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે આનુસાંગિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સોનગઢ નગરમાં સૌ પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ઉભો થયો છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી