તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યમાં પહેલો કિસ્સો:મીડીએશન સેન્ટરમાં 43 દાવાના નિકાલનો રાજ્યમાં પહેલો કિસ્સો, 2 કોર્ટમાંથી 43 દાવા પસંદ કરવામાં આવ્યા હતા

સુરત19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

કોરોના દરમિયાન મીડીએશન સેન્ટરના પેન્ડિંગ કેસો માટે ઓનલાઇન પ્રોસિઝર ચાલુ થઈ હતી અને સમગ્ર રાજ્યમાં પહેલો કહી શકાય એવો કિસ્સો પણ નોંધાયો હતો. જેમાં એક જ પાર્ટીના 43 સમરી દાવાનો નિકાલ કરાયો હતો. આ કેસમાં પહેલાં ઓનલાઇન પ્રોસિઝર થઈ હતી અને રૂબરૂ હિયરિંગ જરૂરી હોવાથી કોરોના ગાઇડલાઇન પ્રમાણે મિટિંગ પણ યોજાઈ હતી.

કેસની વિગત મુજબ મિલકતના પેમેન્ટ સંબંધી વિવાદમાં કુલ 43 દાવા થયા હતા. જેમાં સ્મોલ કોઝ જજ સમક્ષના 20 અને એડિ. સ્મોલ કોઝ જજ સમક્ષના 23 કેસનો સમાવેશ થયો હતો. કેસની મિટિંગ દરમિયાન પક્ષકારોએ હાલની બજાર સ્થિતિને પણ ધ્યાને લઇને સમાધાન કર્યું હતુ, જેમાં અમુક રકમ ચૂકવવા અને બાકીની હપ્તાથી ચૂકવવા સમાધાન થયુ હતુ. મીડીએટર તરીકે ફરજ બજાવનાર એડવોકેટ આઇ.પી.જોબનપુત્રએ જણાવ્યુ હતુ કે સુરત નહીં પરંતુ સમગ્ર ગુજરાતભરમાં એક સાથે આટલી એક-સામટી મેટરોનો મીડીએશન સેન્ટરમાં નિકાલનો આ પહેલો બનાવ છે.

સુપ્રીમની ગાઇડલાઇન મુજબ કાર્યવાહી
સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં કાર્યરત મિડિએશન ચેરમેન ડ્રિસ્ટ્રીક્ટ જજ ની દેખરેખ હેઠળ અને સિનિયર સિવિલ જજ કક્ષાના કો. ઓર્ડિનરની નીચે સુપ્રીમ કોર્ટ દ્વારા તાલીમ આપવામાં આવેલાં કાયદાના જાણકાર વકીલો મીડિએશન સેન્ટરમાં સેવા આપે છે. જેમાં વિવિધ અદાલતમાંથી સમાધાન માટે કેસો આવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો