એર એમ્બ્યુલન્સમાં વધારો:કોરોના પહેલાં એરપોર્ટથી વર્ષે એક એર એમ્બ્યુલન્સ ટેકઓફ થતી, છેલ્લા 2 જ મહિનામાં 7 ઓપરેટ કરાઇ

સુરત5 મહિનો પહેલાલેખક: મિલન માંજરાવાલા
  • કૉપી લિંક
એર લિફ્ટિંગનું કામ દેખાડતી તસવીર - Divya Bhaskar
એર લિફ્ટિંગનું કામ દેખાડતી તસવીર
  • કોરોનાથી ફેફસાંમાં ઇન્ફેક્શન થતાં દર્દીઓને ચેન્નઇ-હૈદરાબાદ લઇ જવાયા હતા

કોરોનાને કારણે એપ્રિલ અને મે મહિનામાં જ સુરત એરપોર્ટથી સાત એર એમ્બ્યુલન્સ ઓપરેટ થઇ હતી. કોરોના પહેલા વર્ષે માત્ર એક જ એર એમ્બ્યુલન્સ ઓપરેટ થતી હતી. ખાસ કરીને કોરોનાથી દર્દીનાં ફેફસાંમાં ઇન્ફેક્શન થતાં સુરતથી ચેન્નઇ અને હૈદરાબાદ જેવા શહેરોમાં વધુ સારવાર માટે લઇ જવાયા હતાં.​​​​​​ કોરોના પહેલા સુરત એરપોર્ટથી માંડ એક ઓપરેટ થતી એર એમ્બ્યુલન્સની સંખ્યામાં છેલ્લા બે જ મહિનામાં વધારો થયો છે.

7 દર્દીને અન્યત્ર લઈ જવામાં આવ્યા
સુરત એરપોર્ટના ડિરેક્ટર અમન સૈનીએ જણાવ્યુ હતું કે,‘કોરોના પહેલા સુરત એરપોર્ટથી રેર કેસમાં જ દર્દીઓને એર એમ્બ્યુલન્સ દ્વારા અન્ય શહેરોમાં સારવાર અર્થે લઇ જવાતા હતાં. જો કે કોરોનાને કારણે એપ્રિલમાં 5 અને મે મહિનામાં 2 મળી કુલ 7 દર્દીઓને ચેન્નઇ અને હૈદરાબાદ લઇ જવાયા હતાં. સામાન્ય રીતે એર એમ્બ્યુલન્સથી કોઇ દર્દીને અન્ય શહેરમાં શીફ્ટ કરવા માટે 70થી 80 હજારને ખર્ચ થતો હોય છે. જો કે કોરોનાને કારણે ફેફસાંમાં સંક્રમણ દૂર કરવા દર્દીઓને અન્ય શહેરોમાં લઇ જવાની ફરજ પડી હતી.

વાયુસેનાના 4 માલ વાહક વિમાનમાં 8 ઓક્સિજન ટેન્કર લવાયા હતા
એપ્રિલ અને મે મહિનામાં અન્ય રાજ્યોમાં ઓક્સિજનની અછત વર્તાઇ હતી. જેથી ભારતીય વાયુસેનાએ સૌથી મોટું માલવાહક વિમાન સી-17 ગ્લોબ માસ્ટરને મેદાનમાં ઉતાર્યું હતું. મધ્યપ્રદેશના ભોપાલ અને ઇન્દોરથી એક-એક તથા રાજસ્થાનના જયપુર અને જોધપુરથી એક-એક માલવાહક વિમાનનું સુરત એરપોર્ટ પર લેન્ડિંગ થયું છે. એક માલવાહક વિમાનમાં 20-20 ટન ઓક્સિજન ભરી શકાય તેવા બે ખાલી ટેન્કર આવ્યા હતાં.

કાર્ગોથી કોરોનાની દવા, સિલિન્ડર, કન્સન્ટ્રેટર દિલ્હી પહોંચાડ્યા હતાં
કાર્ગો ટર્મિનલથી એર ઇન્ડિયા, સ્પાઇસ જેટ અને ઇન્ડિગોની ફ્લાઇટથી અન્ય શહેરોમાં કોરોનાની દવા સાથે ઓક્સિજન કન્સન્ટ્રેટર અને સિલિન્ડર પહોંચ્યા છે. 235 ઓક્સિજન કન્સન્ટ્રેટર અને અને 9 ઓક્સિજન સિલિન્ડર, કોરોનાની દવા, ઇન્જેક્શન અને વેક્સિન મળી 7,723 કિલોગ્રામનો કોર્ગો મેડિસિનનું ઓપરેશન હાથ ધરાયું છે. જો કે, આ કાર્ગો મેડિસિન સુરતથી દિલ્હી, ગોવા, હૈદરાબાદ અને બેંગ્લોર વચ્ચે હેરાફેરી નોંધાય હતી.

અન્ય સમાચારો પણ છે...