સુરતના સિટીલાઈટ વિસ્તારમાં અગ્રસેન ભવન પાસે એકાએક કારની અંદર આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના પોશ વિસ્તાર ગણાતા સિટીલાઇટ વિસ્તારની અંદરથી પસાર થતી કાર પોતાની દુકાન તરફ દુકાનદાર લઈને આવતો હતો. તે સમય દરમિયાન આ ઘટના બની હતી. કારમાંથી પેટ્રોલ લીકેજ થતી હોવાની ગંધ આવતા કાર દુકાન નજીક જ પાર્ક કરી દીધી હતી.
રીપેરીંગ કરીને પરત ફરતી વખતે આગ
સેટેલાઈટ વિસ્તારમાં દુકાન ધરાવતા સંજયભાઈ પંચાલ તેમની કાર શોરૂમમાં રીપેરીંગ માટે આપી હતી. કાર રીપેરીંગ કરીને તેઓ પોતાના દુકાન તરફ આવી રહ્યા હતા તે દરમિયાન તેમને ગાડીમાંથી પેટ્રોલની ગંધ આવી રહી હતી. તેમણે તરત જ કાર શોરૂમના કાર રિપેર કરનાર એન્જિનિયરને કોલ કરીને જણાવ્યું હતું. એન્જિનિયર દ્વારા તેમને તાત્કાલિક કહેવામાં આવ્યું કે, ગાડીને બાજુ પર પાર કરીને ઊભા રહી જાવ. તેને અનુસરતા તેમણે તાત્કાલિક ગાડીને દુકાનની નજીક પાર્ક કરી દીધી હતી.ગાડીમાંથી ધુમાડા નીકળવાના શરૂ થયા અને શોર્ટ સર્કિટ થતું હોય તે રીતે ગાડીમાં આગ લાગવાની શરૂ થયું હતું. જોતજોતામાં આગે આખી ગાડીને લપેટમાં લેતા ગણતરીની મિનિટોની અંદર જ કાર બળીને ખાખ થઈ ગઈ હતી.
ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
અતિ વ્યસ્ત એવા સિટીલાઇટ વિસ્તારમાં કારમાં આગ લાગતા એક તરફનો રસ્તો બંધ કરી દેવાયો હતો. ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવે તે પહેલાં તો આગ બળીને ખાખ થઈ ગઈ હતી. સદ્નસીબે સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.