કાર્યવાહી:30 દિવસમાં 40 હોસ્પિટલને ફાયર વિભાગે નોટીસ ફટકારી

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિનામાં 31 હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાઈ હતી
  • 750 હેલ્થ સ્ટાફને ફાયર સેફ્ટીની ટ્રેનિંગ અપાઈ

છેલ્લા 30 દિવસમાં ફાયર વિભાગે 40 હોસ્પિટલોને ફાયર સેફ્ટીના અભાવે નોટીસ ફટકારી છે તેમજ કુલ 31 હોસ્પિટલોમાં મોકડ્રીલ પણ યોજી હતી. કોવિડ હોસ્પિટલોમાં આગની ઘટનાઓને લીધે મહાપાલિકાના ફાયર બ્રિગેડની કવાયત વધી ગઈ છે. છાશવારે મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને હોસ્પિટલોના સ્ટાફને ફાયર અંગેનું પ્રાથમિક પ્રશિક્ષણ આપવામાં આવે છે.

ફાયર વિભાગના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર બસંત પરિકે જણાવ્યું હતું કે, 25 એપ્રિલથી આજ સુધીમાં 31 હોસ્પિટલોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં કુલ 750 થી વધુ તબીબો, સ્ટાફ સહિતના લોકોને ફાયર સેફ્ટી અને બચાવ અંગે પ્રાથમિક પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. જ્યારે ફાયર સેફ્ટીમાં ખામી-અભાવ જણાતાં કુલ 40 હોસ્પિટલોને નોટીસ ફટકારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...