તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માતમાં 3ના મોત:મૃતક અશોક ગૌદાણીનો મૃતદેહ વરાછાસ્થિત ઘરે આવ્યો... ને પત્ની સહિત પરિવારે ભારે આક્રંદ કર્યું

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ સુરત હાઇવે પર ચાલકને ઝોકું આવ્યું ને... કાર ડિવાઇડર કૂદી રોંગ સાઇડે ટ્રકને અથડાઈ, સુરતના 3 લોકોનાં મોત
  • કારનો ખુરદો બોલી જતા ફસાયેલા મૃતદેહ બહાર કાઢવા ફાયર બ્રિગેડની મદદ લેવાઇ
  • કોરોના દર્દીઓની સેવા કરી સૌરાષ્ટ્રથી સુરત પરત ફરતા કાકા, ભત્રીજા અને ભાણીયાના વડોદરા પાસે અકસ્માતમાં મૃત્યુ
  • મૃતકે ભાઇને ફોન કરી કહ્યું હતું, ‘ટાયર ખરાબ છે, અકસ્માત ન થાય એટલે બદલાવી દઉં છુ’

અમદાવાદથી સુરત તરફના હાઇવે પર શનિવારે સવારે 6 વાગ્યાના અરસામાં પસાર થઇ રહેલી વરના કારના ચાલકે કારના સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો જેથી કાર ડિવાઇડર સાથે અથડાઇ હતી અને ફંગોળાઇને સામેના સુરત અમદાવાદના રસ્તા પર લીલુડી ધરતી હોટલ સામે ફુલ સ્પીડમાં જઇ રહેલા ટ્રકના આગળના હિસ્સા સાથે અથડાઇ હતી આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં બેઠેલા સુરતના આમ આદમી પાર્ટીના નેતા તથા કોર્પોરેશનની ચુંટણી લડી ચુકેલા અશોકભાઇ ગોકુળભાઇ ગૌદાણી (ઉં.વ.36 સુખ મંદીર રો હાઉસ, સુરત ઓલપાડ રોડ) સંજયભાઇ ઉર્ફે ચંદુ હસમુખભાઇ ગૌદાણી (ઉં.વ. 27, યોગી નગર, સરથાણા) અને રાજુભાઇ ગીરધરભાઇ ગોંડલિયા (ઉં.વ. 42, ભાંભણીયા, મહુવા)નું ગંભીર ઇજાના કારણે સ્થળ પર જ મોત થયું હતું.

અશોક ગૌદાણી અને તેમના ભત્રીજાના મૃતદેહ ઘરે લવાયો હતો.
અશોક ગૌદાણી અને તેમના ભત્રીજાના મૃતદેહ ઘરે લવાયો હતો.

AAPના નેતા 9 તારીખે જાફરાબાદ સેવા માટે ગયા, 3 દિવસ પહેલાં દવાનો સ્ટોક પૂરો થતા સુરત આવી પાછા ગયા હતા.
આમ આદમી પાર્ટીમાંથી પાલિકાની ચૂંટણી લડેલા અશોક ગૌદાણી જાફરાબાદના સેવના અને રાજુલાના વાવેરા ગામે આઇસોલેશન સેન્ટર શરૂ કર્યા હતા. 9 મેએ સુરતથી અહીં સેવા માટે ગયા હતા. જોકે 3 દિવસ પહેલા દવાનો સ્ટોક પૂરો થઇ જતા સુરત આવ્યા હતા અને પાછા જાફરાબાદ ગયા હતા. શનિવારે સવારે સુરત પાછા આવતા અકસ્માત થયો હતો.

ટ્રક સાથે ટક્કર થતાં અકસ્માતને પગલે મૃતદેહ સીટ નીચે દબાઇ ગયા હતાં
ટ્રક સાથે ટક્કર થતાં અકસ્માતને પગલે મૃતદેહ સીટ નીચે દબાઇ ગયા હતાં

મૃતકોના બાળકોની શિક્ષણ-આરોગ્યની જવાબદારી પી.પી. સવાણી ગ્રુપે સ્વીકારી
મહેશભાઈ સવાણીએ કહ્યું કે સેવાકાર્ય માટે ગયેલા યુવાનો શહિદ થયા છે. જેથી તેમના બાળકોની શિક્ષણ અને આરોગ્યની જવાબદારી પી.પી. સવાણી ગ્રુપે લીધી છે. પરિવારની જવાબદારી અંગે આગેવાનો સાથે ચર્ચા કરાશે.

કેન્સરની સારવાર માટે મુંબઇ જવાનું હોવાથી ભાણીયો મામા સાથે સુરત આવતો હતો
સુરતથી સેવા માટે ગયેલા અશોક ગૌદાણીના ભાણીયા રાજુ ગોંડલિયા મહુવા તાલુકાના બાંભણિયા ગામે રહે છે. તેમને કેન્સરની બિમારી હોવાથી મુંબઇની હોસ્પિટલમાં સારવાર ચાલે છે. શનિવારે અશોક ગૌદાણી અને તેમના ભત્રીજા સંજય ગૌદાણી પોતાની કારમાં સુરત પાછા આવતા હતા. કારમાં જગ્યા હોવાથી અને કેન્સરની સારવાર માટે મંગળવારે મુંબઇ જવાનું હોવાથી રાજુ ગોંડલિયા પણ તેમની સાથે સુરત આવવા નિકળ્યા હતા. દરમિયાનમાં અકસ્માત થતાં તેમનું પણ મૃત્યુ થયું હતું. તેમનો મૃતદેહ અંતિમવિધિ માટે બાંભણિયા ગામે લઇ જવાયો હોવાનું જાણવા મળ્યું છે. અશોક ગૌદાણી મૂળ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વતની છે.

અન્ય સમાચારો પણ છે...