તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત:ભટારમાં ઉમાભવન નજીક ઝાડનો ભાગ ધરાશાયી થતાં ફાયરબ્રિગેડ દોડી ગયું

સુરત10 મહિનો પહેલા
ઝાડ પડી ગયા બાદ ફાયરબ્રિગેડના જવાનો દ્વારા ઝાડ કાપીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.
 • ઝાડનો ભાગ રોડ પર ધરાશાયી થતાં રસ્તો બ્લોક
 • ફાયરબ્રિગેડે ઝાડનો ભાગ કાપીને રસ્તો ખોલ્યો

ભટાર રોડ પર આવેલા ઉમાભવન ખાતે ઝાડનો ભાગ તૂટી પડ્યો હતો. ઝાડનો મોટો ભાગ તૂટીને રસ્તા પર પડ્યો હતો. જેથી રસ્તો બ્લોક થઈ ગયો હતો. વાહનવ્યવહારને અસર થઈ હતી. ફાયરબ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચીને ઝાડને કાપીને રસ્તો ખુલ્લો કર્યો હતો. જો કે સદનસીબે ઝાડ પડવાની ઘટનામાં કોઈ ઈજા જાનહાનિ સર્જાઈ નથી.

પોલીસ જવાનો ઝાડ નીચે બેસતા

ભટાર ઉમા ભવન પાસે લોકડાઉનનું પાલન કરાવવા માટે પોલીસના જવાનો ઝાડ નીચે બેસતાં હતાં. જો કે ઝાડ પડ્યું તે અગાઉ જ પોલીસ જવાનો નીકળી જતાં ઈજા જાનહાનિ ટળી હતી. ઝાડ તૂટ્યા અંગે ફાયર ઓફિસર જાની ત્યાંથી પસાર થઈ રહ્યા હતાં. તેમણે કન્ટ્રોલમાં જાણ કરતાં મજૂરા ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જેણે ઝાડ કાપીને રસ્તો ખુલ્લો કર્યો હતો. મહત્વ પૂર્ણ છે કે, અગાઉ પણ વર્ષો જૂનો ચોર આમળો તૂટી પડ્યો હતો. ચોર આમળાને હેરીટેજ વૃક્ષ તરીકે પણ જાહેર કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો