બેઠક:સ્નાતક વગર CA થવા મુદ્દે નિર્ણય ન આવે ત્યાં સુધી છેલ્લુ રિઝલ્ટ માન્ય

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • યુનિવર્સિટીના બોર્ડ ઓફ એકાઉન્ટ્સના 5 સભ્યની નિમણૂંક

નર્મદ યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં બોર્ડ ઓફ એકાઉન્ટ્સમાં 5 સભ્યની નિમણૂક કરાઈ છે. ઉપરાંત સિન્ડિકેટની બેઠકમાં પીએચડી સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી.

યુનિ.ની વર્ષ 2022થી 2023 માટે બોર્ડ ઓફ એકાઉન્ટ્સ માટે એક પણ સભ્યે ફોર્મ ન ભરતા સિન્ડિકેટની બેઠકમાં 5 સભ્યની નિમણુંક કરાઈ છે. જેમાં નિષિધ પટેલ, સંકેત શર્મા, ડૉ.વિપુલ ચૌધરી, બિમલ પટેલ અને હિમાંશુ રાઉલનો સમાવેશ થાય છે.

બેઠકમાં પીએચડીની પ્રવેશ પ્રક્રિયાની એસઓપી મંજૂર કરવા સાથે સુધારો કરી સાચા જવાબની સત્યતા બાબતે વિદ્યાર્થીઓને રજૂઆત કરવા માટે બે નહીં પરંતુ 3 દિવસનો સમય આપવા નિર્ણય લેવાયો છે.

7 વિદ્યાશાખાના 15 પીએચડીના માર્ગદર્શન શિક્ષકોને મંજૂરી અપાઈ હતી. જેમાં સાયન્સ વિદ્યાશાખાના 5, કોમર્સ વિદ્યાશાખાના 3, કોમ્પ્યુટર સાયન્સ અને મેડિસિન વિદ્યાશાખાના 2-2, એજ્યુકેશન, આર્ટ્સ અને મેનેજમેન્ટ વિદ્યાશાખાના 1-1 માર્ગદર્શન શિક્ષકોને મંજૂરી આપી હતી.

સ્નાતક વગર સીએ થયેલા માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી છેલ્લા વર્ષનું પરિણામ જાહેર કરવા નક્કી કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...