તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ઉત્રાણની યુવતીના મંગેતરને સોશિયલ મીડિયા પર યુવતી વિશે ખરાબ મેસેજ કરતા સગાઈ તુટી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્રાણમાં રહેતી યુવતીના ચારીત્ર્ય વિશે અજાણ્યાએ સોશિયલ મીડિયા પર ખરાબ મેસેજ પોસ્ટ કરતા યુવતીએ સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. ઉત્રાણમાં રહેતી નેહા (નામ બદલ્યું છે)ની હાલમાં જ સગાઈ હતી. અજાણ્યા આરોપીએ નેહાના નામથી તેમજ અન્ય એક બોગસ એકાઉન્ટથી નેહા મંગેતરને મેસેજ કરી નેહાના ચારિત્ર્ય વિશે ખરાબ મેસેજ હતા. અજાણ્યાએ નેહાના મંગેતરના ભાઈને પણ મેસેજો કર્યા હતા. મંગેતરે નેહા સાથેની સગાઈ તોડી નાખી હતી. નેહાએ સાઇબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મોટા વરાછાની યુવતીના મોર્ફ ફોટા ફરતા કર્યા
મોટા વરાછામાં રહેતી માધવી( નામ બદલ્યું છે)ના નામે કોઈ અજાણ્યાએ પોતાના એકાઉન્ટથી માધવીને માધવીનો જ મોર્ફ કરેલો બિભત્સ ફોટો મોકલ્યો હતો. સાથે મેસેજ કર્યો કે, તેને બ્લોક નહીં કરવાનો. માધવીએ તેને બ્લોક કર્યો હતો. પછી અલગ-અલગ એકાઉન્ટ પરથી મેસેજ કર્યો કે તેની પાસે 6 મોર્ફ કરેલા ફોટો છે જે તેના મિત્રોને મોકલી દેશે. પછી માધવીના મિત્રોને પણ તેનો મોર્ફ કરેલો ફોટો મોકલી દીધો હતો. માધવીએ અજાણ્યા આરોપી વિરુદ્ધ સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો