આપઘાત:એકવારનું દેવું પુત્રએ ભર્યા બાદ ફરી દેવું થઈ જતાં પિતાનો ફાંસો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સિંગણપોરમાં અલગ રહેતા પુત્રે 3 લાખનું દેવું ભર્યું હતું
  • નાનપુરા, અમરોલી અને વરાછામાં કુલ 4ના આપઘાત

શહેરમાં આપઘાતના અલગ અલગ બનાવોમાં 4 લોકોએ જીવન ટુંકાવી લીધું હતું. જેમાં પુત્રએ એક વખત દેવું ચુકવી આપ્યા બાદ ફરી માથે દેવું થતા સિંગણપોરના આધેડે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું હતું. સિંગણપોર મહેતા નગર સોસાયટીમાં રહેતા પોપટ રવજી ગઠીયા(66)નિવૃત્ત હતા. રવિવારે સવારે તેમણે પોતાના ઘરે અનાજમાં નાંખવાની 3 ટીકળી ગળી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પુત્રને સાંજે જાણ થતા પિતાને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં મોત નિપજ્યું હતું. પોપટભાઈને અગાઉ ૩ લાખ દેવું હતું. જે તેમનાથી અલગ રહેતા મોટા પુત્રએ ચુકવી દીધું હતું. જોકે પુત્રએ અગાઉનંુ દેવું ચુકવી દીધા બાદ પોપટભાઈને ફરીથી માથે રૂ.૩ લાખ દેવુ થયું હતું. એક વખત પુત્રએ દેવું ચુકવી આપ્યા બાદ ફરીથી દેવું થતા તેમણે આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે.

બીજા બનાવમાં નાનપુરા લક્કડ કોટ ખાતે રહેતા અને રિક્ષા ચલાવતા સમીર અહેમદ ગુલામ શાબિર નગદની 15 વર્ષીય પુત્રી જરફસાએ સોમવારે બપોરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. માતાએ ઘરકામ બાબતે ઠપકો આપ્યા બાદ માઠું લાગતા જરફસાએ આપઘાતનું પગલું ભર્યું હોવાનુ સામે આવ્યું છે.

ત્રીજા બનાવમાં અમરોલી ન્યુ કોસાડ રોડ સ્વિટ હોમ્સ ખાતે રહેતા અને વરાછામાં દરજીકામ કરતા કુલદીપ સુરેશ સોલંકી(25)ના 6 માસ પહેલા લગ્ન થયા હતા. પત્ની સાથે મતભેદ અને અગાઉ થયેલા ઝગડાના કારણે કુલદીપે બેડરૂમમાં ફાંસો ખાધો હતો.

ચોથા બનાવમાં વરાછા ભગીરથ સોસાયટીમાં માસાના ઘરે રહેતો કરણ ભીખુભાઈ મકવાણા(17)થોડો સમય પહેલા જ હીરાનું કામ શીખવા આવ્યો હતો. સોમવારે કરણે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. કરણે ક્યાં કારણસર આપઘાત કર્યો તે પોલીસ જાણી શકી ન હતી.

અન્ય સમાચારો પણ છે...