તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:પિતા મળવા માંગે છે અને દીકરીઓએ હેલ્પલાઇનને કહ્યું - અમને નથી મળવું

સુરત25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ડિંડોલીનું દંપતી વારંવારના ઝઘડા બાદ છુટું પડ્યું હતું
 • પતિ-પત્ની બંનેએ ચાઇલ્ડ હેલ્પલાઇનને એકબીજા વિશે ફરિયાદ કરી

ડિંડોલીમાં વાંરવારના ઝઘડા બાદ પતિ-પત્ની બંને અલગ થયા હતા બંને દીકરીઓ તેમની માતા પાસે હતી. દીકરીઓને મેળવવા માટે પતિએ ચાઇલ્ડ લાઈનને કોલ કરીને પત્નીની ફરિયાદો કરી હતી. ડિંડોલીમાં માલિની( નામ બદલ્યું છે) પતિ રાજ( નામ બદલ્યું છે) સાથે રહેતી હતી. તેને બે દીકરીઓ છે. રાજ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. માલિની અને રાજ વચ્ચે નાની-નાની વોત વારંવાર ઝગડાઓ થતા હોવાથી અઢી મહિના પહેલા તેઓ અલગ રહેવા લાગ્યા હતા. બંને દીકરીઓ ત્યારે માલિની પાસે હતી.

અલગ થયા બાદ રાજને દીકરીઓની યાદ આવવા લાગી હતી. તે દીકરીઓને મેળવવા માટે મથવા લાગ્યો હતો. તે દીકરીઓને મેળવવા માટે કાંઈ પણ કરવા તૈયાર છે. રાજે ચાઇલ્ડ હેલ્પ લાઈનને કોલ કરીને કહ્યું કે માલિની તેની દીકરીઓને મારે છે-હેરાન કરે છે.જોકે રાજે એવું નહીં કહ્યું કે માલિની તેની પત્ની છે. ત્યાર બાદ ચાઇલ્ડ લાઈનના કાઉન્સિલરો માલિનીને મળ્યા હતા. માલિનીએ કહ્યું કે કોલ કરનાર તેનો પતિ છે અને તે ખોટી રીતે હેરાન કરે છે.કાઉન્સિલરોએ બંને દીકરીઓ સાથે પણ વાત કરી હતી. દીકરીઓ તેના પિતા પાસે જવાની ના પાડે છે. તેઓ પણ પિતાની જ ફરિયાદ કરે છે. જોકે ત્યાર બાદ માલિનીએ સરનામું બદલી નાખ્યું છે. ત્યાર બાદ પણ રાજે કોલ કર્યા હતા. ફરીથી કાઉન્સિલરો માલિનીને મળ‌વા ગયા તો ખબર પડી માલિનીએ ઠેકાણું બદલી નાખ્યું છે. માલિનીને ફોન પર સંપર્ક કરતા તે જાતે ચાઇલ્ડ લાઈનની ઓફિસે આવી હતી. તેનીએ કહ્યું જ્યારે જરૂરત હોય ત્યારે ફોન કરવો ઓફિસે આવી જવા પરંતુ ઘરે આવવું નહીં. કારણ કે તમે આવો એટલે રાજને ઠેકાણું ખબર પડી જાય અને તે ઘરે આવીને હેરાન કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો