તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પિતાનું સમર્પણ:સુરતમાં પુત્રીને ભણાવવા પિતાએ વાહન પણ ન લીધું, ગંભીર અકસ્માત છતાં પણ શિક્ષણ ન અટક્યું

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પીનલ પટેલની તસવીર - Divya Bhaskar
પીનલ પટેલની તસવીર
  • એક સમયે રાજ્યમાં સૌથી નાની વયે પ્રિન્સિપાલ પદ સંભાળનાર સુરતનાં પીનલ પટેલે 90 કંપનીમાંથી દાન મેળવીને પોતાની સ્કૂલને સુંદર બનાવી

સુરતના હીરાબાગ વિસ્તારમાં ભાડાના મકાનમાં મોટા થયેલાં પીનલ પટેલ આજે નવસારી જિલ્લાની શિક્ષણ સમિતિની સિસોદ્રા ગણેશવડ કુમારશાળામાં પ્રિન્સિપાલ તરીકેની ફરજ બજાવી રહ્યાં છે. બાળપણમાં 4 બહેનો અને 1 ભાઈમાં સૌથી મોટાં એવા પીનલ પટેલ ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતા સંપૂર્ણ એજયુકેશન લઈ ખૂબ જ નાની વય એટલે કે 24 વર્ષની ઉંમરમાં પ્રિન્સિપાલ તરીકેનું પદ સંભાળ્યું હતું. હાલ તેમની ઉંમર 32 વર્ષની છે. નાની ઉંમરમાં અકસ્માતના કારણે એક પગ ઘૂંટણથી કાપવો પડયો હતો. તેથી તેઓ 6 મહિનાની ઉંમરથી કૃત્રિમ પગ સાથે પહેલેથી હકારાત્મક વલણ રાખી જીવન જીવતા આવ્યા છે. તેમજ તેઓ શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ આચાર્ય અને શ્રેષ્ઠ કર્મયોગીનો એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે.

દરેક પરીક્ષાઓ ડિસ્ટિંક્શન સાથે પાસ કરી
નોકરી સાથે બીએ કર્યુ. સાથે સાથે કેટ-1, કેટ-2 અને પ્રિન્સિપાલની પરીક્ષા પાસ કરી. મેં બધી પરીક્ષા ડિસ્ટીંકશન સાથે પાસ કરી હતી. ગુજરાતમાં હું નાનામાં નાની વયે પ્રિન્સિપાલ બની હતી. શાળાના નવા મકાન માટે એક કમિટી તૈયાર કરીને 80 થી 90 કંપનીમાં જઈ અને દાન ભેગુ કર્યું હતું. આજે શાળામાં દરેક ટેકનોલોજી સહિતની સુવિધાઓ આપીએ છીએ.

આર્થિક તંગી છતાં પિતાએ ભણતરમાં કચાશ ન રાખી
મારા પરિવારમાં માતા-પિતા અમે 4 બહેનો અને એક ભાઈ છે. જેમાંથી હું સૌથી મોટી. બાળપણમાં આર્થિક કટોકટી વચ્ચે પણ મારા પિતાએ ચારેય ભાઈ-બહેનોને ભણાવ્યા. પિતાએ અમારા શિક્ષણ માટે કોઈ વાહન પણ વસાવ્યું ન હતું. એ સમયમાં તો દીકરીઓને વધારે ભણાવતા પણ નહી. છતાં મારા પિતાએ દરેક પ્રકારના ભોગ આપીને મારું શિક્ષણ જારી રાખ્યું હતું. મેં ધો-12 પછી ભાવનગરથી પીટીસી કર્યું. એ પછી તરત શહેરની એક કોલેજમાં પ્રાથમિક વિભાગમાં 6 વર્ષ નોકરી કરી.

અન્ય સમાચારો પણ છે...