તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:મંજૂરી ન મળતા M.Arch સહિતના 21 વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કાર્યકારી કુલપતિને આવેદનપત્ર અપાયું

વીએનએસજીયુના માસ્ટર ઓફ આર્કિટેક્ચરમાં 15 અને માસ્ટર ઓફ અર્બન એન્ડ રિજનલ પ્લાનિંગમાં 21 વિદ્યાર્થીઓએ એડમિશ લીધા હતા. બંને કોર્સ શરૂ થયાને આજે દોઢ વર્ષ થવા છતાં પણ સીઓએ, એઆઇસીટીઇ અને આઇટીપીઆઇની મંજૂરી મળી નથી. જેથી બંને કોર્સના 26 વિદ્યાર્થીનું ભાવિ જોખમમાં મૂકાયુ છે.

આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટના જનરલ સેક્રેટરી કરણ પટેલ સહિતના વિદ્યાર્થીઓએ કાર્યકારી કુલપતિ ડો. હેમાલી દેસાઇને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટમાં માસ્ટર ઓફ આર્કિટેક્ચર અને માસ્ટર ઓફ અર્બન એન્ડ રિજનલ પ્લાનિંગનો કોર્સ શરૂ થતા એડમિશન સમયે પ્રિન્સિપાલ રાજેશ પટેલે મૌખિક રીતે કહ્યું હતું કે ટૂંક સમયમાં સીઓએ, એઆઇસીટીઇ અને આઇટીપીઆઇની મંજૂરી મળી જશે. જેથી વિદ્યાર્થીના હિતને ધ્યાને રાખીને યુનિવર્સિટી તાકિદે મંજૂરી મેળવે તે ખૂબ જ જરૂરી બન્યું છે.

આ મુદ્દે યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. હેમાલી દેસાઇએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ હિતને ધ્યાનમાં લઇને અમે સીઓએ, એઆઇસીટી સહિતની સંસ્થાની મંજૂરી મેળવીશું . આ બાબત અમે સિન્ડિકેટમાં મૂકી છે. સિન્ડિકેટની બેઠક મંગળવારે મળશે. જેથી વિદ્યાર્થીઓ ચિંતા ન કરે અને તેમના હિતમાં જ નિર્ણય લેવાય તેવા પ્રયાસ કરી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો