તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરની ફેશન ડિઝાઈનર જાગૃતિ ઠક્કરે શહેરના પોલીસ જવાનો, સિક્યુરિટી ગાર્ડ, વૃધ્ધો સહિત 5000 લોકોને માસ્કનું વિતરણ કર્યું છે. તેમજ લોકડાઉનના સમયમાં કારીગરને રોજગારી મળી રહે તે માટે તેમણે કારીગરને એક માસ્ક બનાવવા માટે 4 રૂપિયા મજૂરી પણ ચૂકવી છે. કોટનના ડ્રેસના કાપડમાંથી માસ્ક બનાવવા 10,000ની કિંમતના 30 મીટરથી વધુ કાપડનો ઉપયોગ કર્યો હતો.
ધીરે ધીરે કરીને શહેરના 5000 જેટલા લોકોને માસ્કનું વિતરણ કર્યું હતું
મેં ઘણી જગ્યા પર જોયું કે સફાઈ કામદારો, સિક્યુરિટી ગાર્ડ માસ્ક વિના ફરતા હતા એટલે તાત્કાલિક 50 માસ્ક બનાવડાવીને તેમને આપ્યા. ધીરે ધીરે કરીને શહેરના 5000 જેટલા લોકોને માસ્કનું વિતરણ કર્યું હતું. એક માસ્ક બનાવવા માટે કારીગરને પણ 4 રૂપિયા મજૂરી ચૂકવી હતી. આ માસ્ક કોટનમાંથી બનાવેલા છે જેને ધોઈને ફરીથી વાપરી શકાય છે. - જાગૃતિ ઠક્કર
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.