છેતરપીંડી:16 વીંઘા જમીન ખરીદવામાં ખેડૂતે 9.32 કરોડ ગુમાવ્યા

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પ્રણવ બંગડીવાલા સહિત 3 સામે ગુનો

ઓલપાડના કુંભારી અને અસ્નાદ ગામની 16 વીંઘાની જમીન વેચાણથી લેવા માટે ખેડૂતે 9.32 કરોડની રકમ ગુમાવી પડી છે.  

ખેડૂતે ટુકડે ટુકડે કરી 9.32 કરોડ પ્રણવ બંગડીવાલા અને તેના બે ભાગીદારોને આપી હતી

ખેડૂતે ફરિયાદ આપતા  અઠવા પોલીસે પ્રણવ કિરીટ બંગડીવાલા(રહે,ત્રિશલા એપાર્ટ, પાર્લે પોઇન્ટ) ભાગીદાર ધર્મેશ જરીવાલા અને આરીફખાન પઠાણ સામે ચીટીંગનો ગુનો નોંધ્યો છે. જહાંગીરાબાદ કલ્યાણ નગર સોસાયટીમાં રહેતા  નાનુભાઈ નાથુભાઈ પટેલે વર્ષ 2016માં દલાલો મારફતે ઓલપાડની બે જમીનનો સોદો કર્યો હતો. કુંભારી 12 અને અસ્નાદની 4 વીંઘા જમીન હતી. ખેડૂતે ટુકડે ટુકડે કરી 9.32 કરોડ પ્રણવ બંગડીવાલા અને તેના બે ભાગીદારોને આપી હતી. દસ્તાવેજ મુદ્દે પ્રણવ અને ભાગીદારો વાયદાઓ કરતા હતા. નાનુભાઇને મૂળ માલિકોથી ખબર પડી કે અમુક રકમ આપી પ્રણવ અને ભાગીદારોએ સાટાખત કરાવ્યો હતો. બાકીની રકમ આપી ન હતી. નાનુભાઇએ આ મુદ્દે પ્રણવ અને તેના ભાગીદારોને વાત કરતા  પોલીસ ફરિયાદ કરશે તો મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...