રાહત:કોરોનાથી મૃત્યું પામેલા ESIC ધારકના પરિવારને પેન્શન મળશે

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઈએસઆઈસી) શ્રમ અને રોજગાર મંત્રાલય ભારત સરકાર દ્વારા ‘ESIC કોવિડ-19 રાહત યોજના’ની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત વીમિત વ્યક્તિના આશ્રિતોને એમના જીવન દરમિયાન વીમિત વ્યક્તિના સરેરાશ દૈનિક વેતનના 90 ટકા માસિક ચુકવણી કરવામાં આવશે. આ યોજના 24 માર્ચ 2020થી 2 વર્ષના સમયગાળા માટે અસરકારક રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે મૃત્યુ પામેલા આઈપી કોવિડ રોગના નિદાનના ઓછામાં ઓછા ત્રણ મહિના પહેલાં ઇએસઆઈસીના ઓનલાઇન પોર્ટલ પર નોંધાયેલા હોવા આવશ્યક છે.

એ સાથે જ મૃતક આઈપી કોવિડ રોગના નિદાનની તારીખે રોજગારમાં હોવો જોઇએ અને કોવિડના નિદાન પહેલાંના એક વર્ષના મહત્તમ સમયગાળા દરમિયાન મૃત આઈપીનો ફાળો ઓછામાં ઓછા 70 દિવસ માટે ભરેલો અથવા ચૂકવવા પાત્ર હોવો જોઇએ. અધિક આયુક્ત અને પ્રાદેશિક નિયામક ગુજરાતના રત્નેશકુમારે જણાવ્યું હતું કે, અગાઉ ESIC દ્વારા અટલ વીમિત વ્યક્તિ કલ્યાણ યોજનાની શરૂઆત મહત્તમ 90 દિવસ સુધી દરરોજની કમાણીના સરેરાશ 50 ટકા આપીને કોવિડના કારણે બેરોજગાર બનેલા વીમિત વ્યક્તિઓને રાહત આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...