ક્રાઇમ:ઘોડદોડ રોડ પર કોર્ટના આદેશ વિરુદ્ધ રિટાયર્ડ પોલીસકર્મીનો પરિવાર વૃદ્ધાના ઘરમાં ઘૂસી ગયો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમરા પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી પોલીસપુત્ર સંજ્ય તિવારીની ધરપકડ કરી

કોર્ટના આદેશ વિરુદ્ધ જઇ ઘોડદોડરોડમાં વૃદ્ધાના મકાનમાં શહેરના નિવૃત પોલીસકર્મીના પુત્રે અને પરિવારે તાળાં તોડી ઘુસી જતાં ઉમરા પોલીસે રાયોટિંગનો ગુનો નોંધીને પોલીસપુત્રની ધરપકડ કરી છે. ઘોડદોડ રોડ પર આમકુંજ સોસાયટીમાં નીતાબેન ભરતભાઈ મોદીની માલિકીની મિલકત છે. આ મિલકતના વિવાદને લઈ કોર્ટમાં કેસ ચાલે છે. ગત 16મી તારીખે કોર્ટએ નીતાબેન મોદીને મિલકતનો કબજો સોંપવાનો હુકમ કર્યો હતો. પછી પોલીસ પ્રોટેકશન સાથે કોર્ટે નીતાબેન મોદીને મિલકતનો કબજો સોંપી દીધો હતો પછી તેઓએ મિલકતમાં તાળાં મારી દીધા હતા.

પરંતુ કોર્ટના આદેશ વિરુદ્ધ જઇને નિવૃતિ પોલીસકર્મીના પરિવારે નીતાબેનના ઘરનું તોળુ તોડી ઘરમાં ઘુસી ગયું હતું. આ મામલે આમકુંજ સોસાયટીમાં રહેતાં 63 વર્ષીય નીતાબેન ભરતભાઈ મોદીએ ઉમરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે રિટાયર પોલીસકર્મીના પુત્ર સંજય તિવારી, તેનો પુત્ર ધૈર્ય તિવારી, ભાવના સંજય તિવારી, આશા શુક્લા, સુશીલા તિવારી અને પ્રિયા શુક્લાની રાયોટિંગ અને ઘુષણખોરીનો ગુનો નોંધ્યો છે. મોડીરાતે નિવૃત પોલીસકર્મીના પુત્ર સંજય તિવારીને પોલીસે પકડી લાવી ધરપકડની તજવીજ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...