તસ્કરી:સુરતમાંથી પરિવાર લગ્ન માટે અમદાવાદ ગયું ને તસ્કરોએ રોકડા 2.50 લાખ સહિત દાગીનાની ચારી કરી

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસ્કરોએ ચોરી કર્યાની જાણ થતાં પરિવાર લગ્નમાંથી સુરત દોડી આવ્યું હતું.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર) - Divya Bhaskar
તસ્કરોએ ચોરી કર્યાની જાણ થતાં પરિવાર લગ્નમાંથી સુરત દોડી આવ્યું હતું.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર)
  • ઘરનાં દરવાજાનો નકુચો તોડીને તસ્કરોએ કબાટમાંથી ચોરી કરી

દિવાળી બાદ લગ્નસરાની સિઝન શરૂ થઈ છે. આ લગ્નસરામાં બંધ ઘરનો લાભ લઈને તસ્કરો દ્વારા થતી ચોરીના બનાવોમાં વધારો થયો છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ત્રિકમનગરની ગ્રીન પાર્ક સોસાયટીમાંથી લગ્ન અર્થે અમદાવાદ ગયેલા પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાને લીધું હતું. બંધ મકાનમાંથી તસ્કરોએ 2.50 લાખ રોકડા સહિત દાગીના મળી 4.90 લાખની ચોરી કરી હતી.

દરવાજાનો નકુચો તોડી ચોરી
વરાછાના ત્રિકમનગર પાસે આવેલ ગ્રીન પાર્ક સોસાયટીનાં મકાન નંબર 18માં રહેતા મૂળચંદભાઈ ઓસવાલના મકાનના દરવાજાનો નકુચો કોઇ સાધન વડે તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટમાં મુકેલા રોકડા અને દાગીના પર તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. જેમાં 2.50 લાખ રોકડા તથા એક સોનાનું મંગલ સુત્ર,એક બીટ્ટી સાથેનો સોનાનો સેટ, વીંટીં નંગ 03 તથા સોનાની બુટ્ટી નંગ 01 કે જે આશરે 8 તોલા જેની આશરે કિંમત રૂપિયા 2.40 જેટલી ગણી શકાય,તે મળી કુલ્લે કિંમત રૂપિયા-4.90 લાખ જેટલાની ચોરી કરી થઈ હતી.

તસ્કરો જાણભેદુ હોવાની આશંકા
મામાના ઘરે ચોરી થયાની વિક્રમભાઇ સંજયભાઇ શાહે ફરિયાદ નોધાવી છે. ઘર આસપાસ કોઈ સીસીટીવી ન હોવાથી તસ્કરો કેમેરામાં કેદ થયા નથી.જોકે, મૂળચંદભાઈ લગ્નમાં ગયા હોય અને ઘરે કોઈ ન હોવાની કોઈ જાણભેદુને ખબર હોવાથી તથા કાપડ માર્કેટમાં સેલ્સમેનનું કામ કરતાં મામાના ઘરે રૂપિયા આવ્યા હોવાની કોઈને જાણ હશે તો જ આટલી મોટી ચોરી થઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.