• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Families Of More Than 12 Businessmen Of Diamonds, Metals And Clothes Will Be Initiated In Surat By Giving Up Their Wealth And Prestige.

સંયમના માર્ગે પ્રયાણ:અઢળક સંપત્તિ તેમજ મોભાનો ત્યાગ કરી હીરા, મેટલ, કપડાંના 12થી વધુ બિઝનેસમેનના પરિવારજનો સુરતમાં દીક્ષા ગ્રહણ કરશે

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વેસુમાં 29મીએ દીક્ષા સમારોહમાં સુરત, અમદાવાદ, મુંબઈના 75 મુમુક્ષુઓ દીક્ષા લેશે

શાંતિ કનક શ્રમણોપાસક ટ્રસ્ટ-અધ્યાત્મ પરિવાર દ્વારા વેસુના બલર હાઉસમાં અધ્યાત્મ નગરી ખાતે 75 સંયમ સાવજ દીક્ષાર્થીઓની સૂરિરામ તથા સૂરિ શાંતિ સમુદાયના 500થી વધુ સંયમધરોની તારક નિશ્રામાં પ્રભુવીર દીક્ષા કલ્યાણક દિન 29મીએ સિંહસત્વોત્સવ સામૂહિક દીક્ષા મહોત્સવ યોજાશે. જેમાં સુરતના 32 સહિત 75 દીક્ષાર્થીઓ અઢળક સંપત્તિનો ત્યાગ કરશે. મહોત્સવમાં 12થી વધુ કરોડપતિ વેપારી પરિવારના વારસદારો, ડોક્ટર, એન્જિનિયર, સીએ, સહિતના દીક્ષાર્થીઓ સંયમના માર્ગે જશે. સુરતના ૩ હીરાવેપારી પરિવારોમાંથી 7 તેમજ 15 વર્ષથી નાના 3 બાળકો પણ દીક્ષા લઈ રહ્યા છે. સુરતમાંથી ડોક્ટર ભવ્યાકુમારી પણ દીક્ષા લઈ રહ્યા છે.

સર્વસ્વ ત્યાગ કરનારા વેપારીઓ તથા વારસદારો

ઘરને તાળું મારી સંપૂર્ણ સંપત્તિનું દાન કરી દીક્ષા લેશે
મૂળ તળાજાના, હાલ મુંબઈમાં રહેતા વિરેન્દ્ર પારેખ અને ફાલ્ગુનીબેને અગાઉ એમના બે દીકરીઓને દીક્ષા અપાવી હતી અને હવે તેઓ પણ ઘરને તાળું મારી સંપૂર્ણ સંપત્તિ દાન કરી દીક્ષા લેશે.

મુકેશ સંઘવી: મુંબઈમાં મેટલના વ્યવસાયી મુકેશભાઈ (42) તેમની પત્ની, પુત્ર-પુત્રી સાથે દીક્ષા લેશે. તેઓ મૂળ સંચોરના છે અને એમણે પાર્શ્વશાંતિધામ તીર્થની રચના કરાવી છે.

મન સંઘવી: મૂ‌ળ સણવાલના હાલ સુરત રહેતા 17 વર્ષીય મન ડાયમંડ વેપારી સંજયભાઈના પુત્ર છે. મન પાસે દેશ-વિદેશ સુધી વેપારની તકો હોવા છતાં સાંસારિક મોહને ત્યાગી રહ્યા છે.

ભવ્ય અને વિશ્વ ભંડારી: મૂળ હિંમતનગરના તેમજ ફાયનાન્સ કન્સ્ટ્રક્શનના વેપારીના પુત્ર ભવ્ય (16) અને વિશ્વ (18) વારસાનો ત્યાગ કરશે. ભવ્યકુમાર કબડ્ડી-ફૂટબોલ ખેલાડી પણ છે.

આંગી કુમાર કોઠારી: મૂળ બનાસકાંઠા તેરવાડાની અને હાલ સુરત રહેતી આંગી કોઠારીના પિતા હીરાના વેપારી છે. ફૂલની જેમ ઉછરેલી દીકરીને સંસારના કથિત સુખમાં ક્યાંય સુખ નથી દેખાયા.

અંકિત ઓસવાલ, પત્ની રિનીકાબેન: મૂળ જાલોરના, હાલ મહારાષ્ટ્રના કરાડમાં રહેતા ગારમેન્ટના વેપારી અંકિતભાઈ MBA થયેલી પત્ની સાથે માત્ર 5 વર્ષના લગ્નજીવન બાદ દીક્ષા લેશે.

રેખાબેન કાનુન્ગો: મુંબઇમાં મેટલ ઈન્ડસ્ટ્રીના અગ્રણી ધવલચંદજી કાનુન્ગોની દીકરી રેખાબેન જ્વેલરી શો રૂમના પાયોનિયર છે, જેમને માટે હંમેશા સંયમ જ સાચી જ્વેલરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...