તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હીરાના કારખાનાંમાં તેજીનો માહોલ:હજી 20% કર્મીઓની ઘટ, પ્રોડક્શન પર અસર ન થાય માટે રવિવારે પણ કારખાનાં ચાલુ રખાય છે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સુરતના ડાયમંડ માર્કેટમાં તેજીનો માહોલ પણ 2 લાખ કારીગરો હજુ પાછા ફર્યા નથી
  • સુરતમાં 4 હજાર હીરાના યુનિટોમાં 10 લાખ રત્નકલાકારો છે

ઈન્ટરનેશનલ માર્કેટમાં હીરાની ડિમાન્ડ વધારે હોવાથી સુરતના ડાયમંડ માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ વતન ગયેલા કર્મચારીઓ પરત ન ફરતાં ટાઈમ પર પ્રોડક્શન નિકળતું નથી. શહેરમાં 2 લાખ જેટલાં હીરાના કારીગરોની ઘટ પડી રહી છે.

હીરામાં તેજી પણ કારીગરોની અછત
અમેરિકા, યુએસ હોંગકોંગમાં કોરોના ઘટી ગયો છે અને ત્યાં લોકડાઉન નથી જેના કારણે હીરાની ડિમાન્ડમાં ખૂબ જ તેજી આવી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે એક્સપોર્ટ પણ વધવાની શક્યતા છે. સાથે સાથે સુરત શહેરમાં બનતી ડાયમંડ જ્વેલરીની પણ ઈન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ વધી છે. હીરામાં તેજી છે પરંતુ કારીગરોની અછત સર્જાતી હોવાથી હીરા કારખાનેદારોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં 4 હજાર જેટલા નાના મોટા હીરાના યુનિટો છે. જેમાં અંદાજે 10 લાખથી વધારે રત્નકલાકારો કામ કરે છે. પરંતુ કોરોનાની પહેલી લહેર અને બીજી લહેરમાં રત્નકલાકારો વતનમાં જતાં રહ્યા હતાં. જેમાંથી મોટા ભાગના હજી પરત ફર્યા નથી. હાલ શહેરમાં 2 લાખ કર્મીની અછત વર્તાઈ રહી છે.

માસમાં 3 રવિવાર અડધો દિવસ કામ ચાલુ
હીરામાં હાલ તેજી છે, પરંતુ કોરોની પહેલી લહેરમાં વતન ગયેલા કર્મચારીઓ પરત ફરતાં તેની અસર હીરા માર્કેટ પર થઈ રહી છે. હાલ શહેરની મોટા ભાગની કંપનીઓમાં 20થી 25 ટકા સુધી કર્મચારીઓની અછત વર્તાઈ રહી છે. જેના કારણે મોટી હીરા કંપનીઓ પ્રોડક્શન ટાઈમ પર પુરુ કરવા માટે મહિનાના ચાર રવિવારમાંથી 3 રવિવાર અડધો દિવસ હીરાનું કારખાનું શરૂ રાખે છે.

ગત વર્ષ કરતાં એક્સપોર્ટ વધવાની શક્યતા
ડાયમંડ એસોસિએશનના પ્રમુખ નાનુ વેકરિયા કહે છે કે,‘હાલ અમેરિકા, યુએસ હોંગકોંગમાં કોરોના ઘટી ગયો છે અને ત્યાં લોકડાઉન નથી જેના કારણે હીરાની ડિમાન્ડમાં ખૂબ જ તેજી આવી છે.પરંતુ કર્મચારીઓની ઘટ પડી રહી છે. શહેરમાં 20 ટકા જેટલા કર્મચારીઓની ઘટ પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...