• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Eyewitness Said, "Suddenly The Smell Came And People Started Dripping. No One Could Save Each Other. In A Few Minutes There Was Panic."

સુરત GIDC દુર્ઘટના:પ્રત્યક્ષદર્શીએ કહ્યું, ‘અચાનક સ્મેલ આવી અને લોકો ટપોટપ પડવા લાગ્યા, કોઈ એકબીજાને બચાવી શક્યા નહીં, થોડીવારમાં દોડધામ મચી ગઈ’

સુરત12 દિવસ પહેલાલેખક: આશિષ મોદી
બંને પ્રત્યક્ષદર્શીઓની તસવીર.
  • અમે કામ કરતા હતા ત્યારે અચાનક કંઇક વાસ આવવા લાગી હતીઃ કામદાર

સચિન GIDCમાં રોડ પર પાર્ક કરેલા કેમિકલ ટેન્કરમાંથી ડ્રેનેજ લાઇનમાં કેમિકલ ઠાલવાતા દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 6નાં ગૂંગળાવાથી મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય 23 લોકોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

અમે કામ કરતા હતા ત્યારે અચાનક સ્મેલ આવી અને એક પછી એક લોકો પડવા લાગ્યા.
અમે કામ કરતા હતા ત્યારે અચાનક સ્મેલ આવી અને એક પછી એક લોકો પડવા લાગ્યા.

લોકો ટપોટપ પડવા લાગ્યા હતાઃ મજૂર
આ ઘટનાને નજરે જોનારા શ્યામ શર્મા નામના મજૂરે સમગ્ર ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘અમે કામ કરતા હતા ત્યારે અચાનક સ્મેલ આવી અને એક પછી એક લોકો પડવા લાગ્યાં. સચિન જીઆઈડીસી પાસે આ ઘટના બની હતી. કંઇક પાઉડર જેવું લીક થયું હતું અને પછી કેમિકલની વાસ આવવા લાગી હતી. એ સમયે અમે કાપડ પેઇન્ટિંગનું કામ કરી રહ્યા હતા. પછી થોડીવારમાં બધા પડવા લાગ્યા અને કોઈ એકબીજાને બચાવી શક્યો નહીં અને બધા ઇજાગ્રસ્ત થયા. ત્યાર પછી બધા દોડધામ કરવા લાગ્યા હતા.’

અમે બહાર ગયા અને જોયું તો ગેટની બહાર કોઈ કલર પડ્યો હતો, એમાં આગ લાગી હતી.
અમે બહાર ગયા અને જોયું તો ગેટની બહાર કોઈ કલર પડ્યો હતો, એમાં આગ લાગી હતી.

પંદરથી વીસ લોકો જમીન પર પડ્યા હતાઃ હેલ્પર
આ અંગે વિશ્વ પ્રેમ મિલમાં હેલ્પર તરીકે કામ કરતા યુવક દિલીપકુમારે જણાવ્યું હતું કે ‘કેમિકલ ટેન્કરમાં આગ લાગી હતી. ત્યારે ધુમાડો નીકળતો હતો. લોકોને ટીંગાટોળી કરી બહાર લઈ જવામાં આવતા હતાં. ત્યારે અમે જઈને જોયું તો તેમાં 3 લોકો અમારા હતા. અમે બહાર ગયા અને જોયું તો ગેટની બહાર કોઈ કલર પડ્યો હતો તેમાં આગ લાગી હતી. ત્યાં આસપાસ પંદરથી વીસ લોકો જમીન પર પડ્યા હતા. સાડાત્રણ-ચાર વાગ્યે મદદ મળી હતી.’

અન્ય સમાચારો પણ છે...