તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ટ્રસ્ટોના ખર્ચા હવે આગામી વર્ષમાં નહીં લઇ જઇ શકાય

સુરત22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખર્ચ વધુ થાય તો સેટ ઓફ મળતું હતું

ટ્રસ્ટોએ પોતાના ખર્ચા પર હવે અંકુશ મૂકવા પડે એવી સ્થિતિ સર્જાઇ છે. એપ્રિલ-2021થી લાગુ પડી રહેલાં નવા ફેરફાર મુજબ ટ્રસ્ટો હવે એક વર્ષના ખર્ચા બીજા વર્ષની આવક સામે સેટ ઓફ કરી શકશે નહીં. સામાન્ય રીતે મોટાભાગની ટ્રસ્ટમાં આ રીતે કામ થયું હોય છે એ મોટા પ્રોજેક્ટ ચાલતા હોય તેવી ટ્રસ્ટમાં ખર્ચા આગળ લઇ જવા પડતા હોય છે. સી.એ. વિરેશ રૂદલાલ કહે છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ટ્રસ્ટોને આવક સામે જાવક બાદ આપવાના સેટલ્ડ કાયદાને રદબાતલ કરતી આ જોગવાઇથી ચેરિટેબલ ટ્રસ્ટો કે જે મોટા પાયે રોકાણ કરી ચૂકયા છે. તેઓએ જંગી રકમના ટેક્સ ભરવાનો આવશે.

અગાઉ શું રાહત હતી
હાલના આવકવેરા કાયદા મુજબ ચેરિટેબલ ટ્રસ્ટો જે તે વર્ષની આવક કરતા વધારે ખર્ચ કરે અને ચોપડે નુકસાની બતાવે તો આવી નુકસાની ત્યારપછીના વર્ષોની ટ્રસ્ટની આવક સામે સેટ ઓફ મળી શકે, ટ્રસ્ટોને બીજા વર્ષની કુલ આવકની સામે 85 ટકા ખર્ચ કરવામાથી એટલે અંશે રાહત મળતી હતી.

ટ્રસ્ટોને શું થશે નુકસાન
1લી એપ્રિલથી અમલી કાયદા મુજબ કોરપસ ભંડોળ, ઉછીના કે લોન લઇને લીધેલાં નાણામાંથી થયેલાં કેપિટલ ખર્ચાઓ વગેરે તમામ બાદ લેતા આવતી નુકસાની હવે આગળ ખેંચાશે નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો