કામગીરી:એરપોર્ટ ટર્મિનલનું એક્પાશન 31 ડિસેમ્બર સુધીમાં પૂરું કરી દેવાશે

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એરપોર્ટને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવાનું કામ પૂર જોશમાં
  • ટેક્સી​​​​​​​ ટ્રેક સહિતના ડેવલપમેન્ટ માટે ડાયવર્ઝન અપાયું

સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા માટે એરપોર્ટની ટર્મિનલ બિલ્ડીંગને વિસ્તરણ કરવાની કામગીરી પુરજોષમાં ચાલી રહી છે. આ કામગીરી આગામી તા. ૩૧મી ડિસેમ્બર સુધીમાં પુરી થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરાઇ છે. આ ઉપરાંત ટેક્સી ટ્રેક તેમજ એપ્રનની કામગીરીને પણ વધુ સ્પીડમાં કરાઇ રહ્યું છે. સુરત એરપોર્ટનો પેરેલલ ટેક્સી ટ્રેક (PTT), એપ્રોન તેમજ ટર્મિનલ બિલ્ડીંગનું વિસ્તરણના પ્રોજેક્ટને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સને-૨૦૧૯માં શિલાયાન્સ કરીને લીલીઝંડી આપવામાં આવી હતી. ત્યારથી લઇને અત્યાર સુધી આ તમામ પ્રોજેક્ટો શરૂ કરી દેવામાં આવ્યા છે.

સને-૨૦૨૦ અને ૨૦૨૧માં કોરોના વાયરસની મહામારીને કારણે આ કામમાં વિલંબ પડ્યો હતો અને હાલમાં ત્રણ વર્ષ થવા છતાં પણ આ કામ અધૂરા છે. આ ત્રણેય પ્રોજેક્ટો પૈકી ટર્મિનલ બિલ્ડીંગના વિસ્તરણનું કામ આખરી ઓપમાં છે, ટર્મિનલ વિસ્તરણ ઝડપી થાય તે માટે રાત-દિવસ કામ કરાઇ રહ્યું છે. આ કામ આગામી તા. ૩૧મી ડિસેમ્બર-૨૦૨૨ પહેલા પુરુ થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત ટેક્સી ટ્રેકના વિકાસ કામ માટે પણ ડાયવર્ઝન અપાયું છે. વધુમાં ટર્મિનલ વિસ્તરણ અને ટેક્સી એપ્રનનું કામ પુરુ થયા બાદ આગામી દિવસોમાં વધુ એરલાઇન્સ પણ સુરત આવે તેવી શક્યતા છે જે કારણોસર પણ કામને વધુ સ્પીડમાં કરાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...