તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી સુવિધા:સુરતમાં દક્ષિણ ગુજરાતના ઉમેદવારોને  UPSCની પરીક્ષા આપવા ઓગષ્ટમાં પરીક્ષા કેન્દ્રને મંજૂરી મળશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત ક્લેક્ટર દ્વારા સેન્ટર ફાળવવામાં આવે તેવા નિર્દેશ મળ્યા હોવાનું કહ્યું હતું. (ફાઈલ તસવીર) - Divya Bhaskar
સુરત ક્લેક્ટર દ્વારા સેન્ટર ફાળવવામાં આવે તેવા નિર્દેશ મળ્યા હોવાનું કહ્યું હતું. (ફાઈલ તસવીર)
  • UPSC દ્વારા 600 ઉમેદવારો બેસી શકે તેવી વ્યવસ્થા સાથેના મકાનોની યાદી આપવા ક્લેક્ટરને કહેવાયું

દર વર્ષે ગુજરાત ભરમાં લાખો ઉમેદવારો સિવિલ સર્વિસિસની પરીક્ષા આપતા હોય છે. દક્ષિણ ગુજરાતના હજારો ઉમેદવારો પરીક્ષા આપતા હોય છે.UPSCની પરીક્ષા માટેના સેન્ટર સુરતમાં ઓગસ્ટ મહિનામાં નક્કી કરી દેવામાં આવશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે કે, આગામી સપ્ટેમ્બર મહિનામાં લેવાનારી UPSCની પરીક્ષા દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ સુરતમાં જ આપી દેવી પૂર્ણ શક્યતાઓ છે. હાલ ક્લેક્ટરને 600 જેટલા ઉમેદવાર બેસી શકે તેવા મકાનની યાદી મગાવાઈ છે.

દરવર્ષે ઉમેદવારોની સંખ્યા વધી રહી છે
વર્ષ 2011ની સ્થિતિ જોવા જઇએ તો UPSC પ્રિલિમનરી આપનાર ઉમેદવારોની સંખ્યા 4 લાખ 99 હજાર જેટલી હતી. જે વર્ષ 2018માં વધીને 11 લાખ સુધી પહોંચી ગઇ હતી. આમ UPSCની પરીક્ષા આપનાર ઉમેદવારોની સંખ્યા સતત વધતી જઇ રહી હોવાથી ગુજરાતમાં યુપીએસસી દ્વારા અમદાવાદ અને રાજકોટ બાદ હવે સુરતમાં પરીક્ષા સેન્ટર બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે માટે સુરત જિલ્લા કલેકટરને એક કેન્દ્ર ઉપર 500 થી 600ઉમેદવારો બેસી શકે તેવી વ્યવસ્થા સાથેના મકાનોની યાદી આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે. જે માટે સુરત જિલ્લા શિક્ષણાધિકારીનાં નિરીક્ષકો દ્વારા મકાન શોધવાની કવાયત પણ શરૂ કરી દેવામાં આવી છે.જેથી સંભવત આગામી સપ્ટેમ્બર મહિનામાં લેવામા આવનાર પરીક્ષાનું સેન્ટર સુરતને પણ ફાળવામાં આવશે.જેમાં મોટાભાગે વડોદરાથી વાપી સુધીનાં ઉમેદવારોને નજીકનું સેન્ટર મળી રહશે.

સેન્ટર નજીકમાં મળી શકે છે-ક્લેક્ટર
દિવ્યભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં નવ નિયુક્ત સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકએ જણાવ્યુ હતુ કે, UPSC દ્વારા સુરતને સેન્ટર ફાળવવાની દિશામાં નિર્ણય લેવાઈ શકે છે. હાલ ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટમાં પરીક્ષા સેન્ટર છે, જ્યાં ઉમેદવારોએ પરીક્ષા આપવાની હોય છે. દ‌ક્ષિણ ગુજરાતના ઉમેદવારોને મોટી રાહત થશે. તેમજ દ‌ક્ષિણ ગુજરાતના હજારો વિદ્યાર્થીઓને UPSCની પરીક્ષાને લઈને સૌથી મોટા સમાચાર કહી શકાય. તેમને સિવિલ સર્વિસિસ પરીક્ષા માટેનું સેન્ટર નજીકમાં મળી રહેતા ઉમેદવારી સંખ્યા આગામી દિવસોમાં વધી શકે છે.