મેટ્રો રેલનું કામ ટોપ ગિયરમાં:વિવેકાનંદ સર્કલથી ચોક એસબીઆઈનો આખો રોડ ખોદી નખાયો, હેવી મશીનો મૂકી પીલર બનાવાશે

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરત શહેરનાં મહત્વાકાંક્ષી ગણાતા રૂપિયા 12 હજાર કરોડનાં સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કામાં ડ્રીમ સિટીથી સરથાણા રૂટનું કામ પ્રગતિ હેઠળ છે. જેમાં ડ્રીમ સિટીથી કાદરશા નાળ એલિવેટેડ અને ચોકબજારથી સુરત રેલવે સ્ટેશન સુધી અન્ડરગ્રાઉન્ડ રૂટનું કામ ચાલી રહ્યું છે. આ રૂટ પર ઘણી જગ્યાએ પીલરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

જેના કારણે કેટલાક સ્થળો પર રસ્તા સાંકડા થઈ ગયા છે, કેટલાક રૂટ પર ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે. આખા રૂટ પર અલગ-અલગ કોન્ટ્રાક્ટરોએ હેવી મશીનો લાવીને મૂકી દીધા છે. વિવેકાનંદ બ્રિજથી ચોકબજાર એસબીઆઈ સુધીનો આખો રોડ ખોદી નખાયો છે અને તેમાં હાલ પીલર બનાવવાનું કામ ચાલી રહ્યું છે. તેવી જ રીતે અલથાણથી ડ્રીમ સિટી સુધીના રૂટ પર સૌથી ઝડપથી કામગીરી કરવામાં આવી છે. { રિતેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...