તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોગસ નંબર પ્લેટ:પોલીસે જપ્ત કરેલી લક્ઝરી બસનું એન્જિન બદલાઈ ગયું

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાપોદ્રામાં બોગસ નંબર પ્લેટ બસનું પ્રકરણ
  • જગ્યાના અભાવે ખાનગી પાર્કિંગમાં પાર્ક હતી

કાપોદ્રામાં બોગસ નંબર પ્લેટવાળી 4 લક્ઝરી બસ પ્રકરણમાં પોલીસે કબજે કરેલી લકઝરી બસનું આખું એન્જિન બદલાઈ ગયું હતું. ઓરિજનલ એન્જિન બદલાઈ ગયું હોવાથી કાપોદ્રા પોલીસ દોડતી થઈ ગઈ છે.વર્ષ 2019માં કાપોદ્રામાં લક્ઝરી બસનો આરટીઓ નંબર બદલીને ટેક્સ ચોરી કરવાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં બસ કબજે લેવાઈ હતી. પોલીસ સ્ટેશન પાસે બસ મુકવાની જગ્યા ન હોવાથી સરથાણા પોલીસે પોલીસ સ્ટેશનેથી થોડા અંતરે આવેલ ખાનગી પાર્કિંગ પ્લોટમાં બસ પાર્ક કરી હતી.

હાલમાં કાપોદ્રા પોલીસને નનામી અરજી મળી કે પોલીસે કબજે કરેલ બસનું આખું એન્જિન બદલાઈ ગયું છે. અજાણ્યાએ બસના ઓરીજનલ એન્જિનના સ્થાને અન્ય એન્જિન ફિટ કરી દીધું છે. ઉપરાંત અન્ય સામાન પણ ચોરાઈ ગયો છે. અરજીને કાપોદ્રા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ.કે.ગુર્જરે ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, બસ જે ખાનગી પાર્કિંગમાં પાર્ક છે તે ખાનગી પાર્કિંગમાં એક પોલીસ અધિકારી ભાગીદાર છે. પોલીસને બસમાંથી ચોરાયેલો સામાન થોડે દુર એક ટેમ્પોમાંથી મળી આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...