તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી યોજાશે:યુનિવર્સિટીના ડીન માટે કુલપતિની પત્નીએ ફોર્મ ભરતા ચૂંટણી સમરસ થઈ શકે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડો. પત્રલેખાએ અગાઉ પણ ડીનનું ફોર્મ ભરવા પ્રયત્ન કર્યો હતો
  • યુનિ.માં 27 જુલાઇના રોજ ડીન અને અધર ધેન ડીનની ચૂંટણી

નર્મદ યુનિવર્સિટીમાં 27 જુલાઇના રોજ ડીન અને અધર ધેન ડીનની ચૂંટણી યોજાશે. જેના માટે શનિવારે 5 ફોર્મ ભરાયા છે. જેમાં એજ્યુકેશન ફેકલ્ટીમાં ડીન બનવા માટે કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાના પત્ની ડો. પત્રલેખા બારડે ફોર્મ ભર્યું છે. તે સાથે જ મેનેજમેન્ટ ફેકલ્ટીની ડીન અને ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડો. જયદીપ ચૌધરીએ મેનેજમેન્ટ ફેકલ્ટીમાં અધર ધેન ડીનનું ફોર્મ ભર્યું છે.

પૂર્વ સિન્ડિકેટ સભ્ય અને ભારતી મૈયા ઓપ્ટોમેટ્રી કોલેજના આચાર્ય ડો. મહેન્દ્ર ચૌહાણે મેડિસિન ફેકલ્ટીમાં અધર ધેન ડીન, હોમિયોપેથિક ફેકલ્ટીના પૂર્વ ડીન અને વિદ્યાદીપ કોલેજના આચાર્ય ડો. વિપુલ શાસ્ત્રીએ હોમિયોપેથિક ફેકલ્ટીમાં ફરી ડીન તેમજ પી.ટી. સાયન્સ કોલેજના આચાર્ય ડો. પૃથૃલ દેસાઇએ સાયન્સ ફેકલ્ટીમાં ડીન બનવા ફોર્મ ભર્યું છે.

યુનિવર્સિટીના અધિકારી સૂત્રોએ કહ્યું હતું કે, કુલપતિ કિશોરસિંહના પત્ની ડો. પત્રલેખાએ ભૂતકાળમાં ઘણી વખત ડીન બનવા તૈયારી બતાવી હતી પણ તેઓ ખાનગી કોલેજના હોવાથી ગ્રાન્ટેડ કોલેજોના અનુભવી આચાર્યો તેમને ફોર્મ ભરવા દેતા ન હતા. જેથી તેઓ ડીનની ચૂંટણીમાં ઊભા જ નહીં રહેતા હતા.

જોકે, ગયા વર્ષે જ ગ્રાન્ટેડ કોલેજોના ટીચર્સ યુનિવર્સિટીમાં જોડાઈ જતા ખાનગી કોલેજોના આચાર્યોમાં ડો. પત્રલેખા પાસે સૌથી વધારે અધ્યાપકનો અને કાયમી આચાર્યનો અનુભવ છે. જેથી તેમણે આ વખતે ડીન બનવા પહેલી તકે ફોર્મ ભર્યું હતું. સૂત્રો એમ પણ કહે છે કે એજ્યુકેશન ફેકલ્ટીમાં આ વખતે ચૂંટણી નહીં યોજાઈને સમરસ થાય એવા પૂરેપૂરી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...