તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:હાર્ટની સારવાર વેળા વૃદ્ધાનું મોત થયું, જુની ટ્રિટમેન્ટની દવાથી થયાનો પરિવારનો આક્ષેપ

સુરત6 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દવાનું બદલવાનું કહી વૃદ્ધાને ફરીથી વિનસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

લાલ દરવાજાની વિનસ હોસ્પિટલમાં વૃદ્ધાના મોત બાદ પરિવારે હોબાળો મચાવી ડોક્ટરની બેદરકારીથી મોત થયું હોવાનું આક્ષેપ કર્યો હતો. મૃતક મહિલાની હૃદયની સારવાર બાદ તેમને ડિસ્ચાર્જ અપાયું હતુ. ત્યાર બાદ દવા બદલવાનું કહી વૃદ્ધાને એક અઠવાડિયા પહેલાં ફરી એડમિટ કરવામાં આવી હતી. રવિવારે જૂની ટ્રિટમેન્ટ મુજબની દવા આપવામાં આવ્યા બાદ વૃદ્ધાને ગભરામણ થવાનું શરૂ થયું હતું.વૃદ્ધાની દીકરીએ વધુમાં જણાવ્યું હતું કે તેણીની માતાને ICUમાં લઇ જવાયા બાદ મૃત જાહેર કરી ડોક્ટરોએ હાથ ઉંચા કરી દીધા હતા. આ મામલે હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન ડોક્ટર નીરજભાઈ પટેલે કહ્યું હતું કે ઉમા બેનનું હૃદય 25 ટકા ચાલતું હતું. ત્રણ દિવસ આઈસીયુમાં રાખ્યા બાદઅમારી ટીમે યોગ્ય સારવાર કરી હતી.

..પછી ડૉક્ટરે ફોન બંધ કરી દીધો
રવિવારની બપોરે નર્સે બંધ કરેલી દવા પીવડાવતા ઉમાને ગભરામણ થઈ હતી. ડોક્ટરો દ્વારા પમ્પિંગ કરી ઉમાને ICUમાં લઇ જવાઇ હતી. થોડી વારમાં મૃત જાહેર કરાઇ હતી. ડોક્ટરે કહ્યું કે અંદરની વાત જાણીને હું ફોન કરું છું.બાદમાં એમનો ફોન ઓફ થઈ ગયો હતો. - મૂળજી ભાઇ પરમાર, વૃદ્ધાના પતિ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો