સુરત શિક્ષણ સમિતિના શિક્ષકે શ્રાવણ માસમાં માટીમાંથી 5થી 7 સેન્ટીમીટરના 12 જ્યોતિર્લિંગ તૈયાર કર્યા હતા. તેમણે સોમનાથ, નાગેશ્વર, મહાકાલેશ્વર, આમકાલેશ્વર, વિશ્વનાથ, કેદારનાથ, ધુમ્મેશ્વર, ભીમાશંકર, મલ્લિકાર્જુન, વૈદ્યનાથ, રામેશ્વરમ, ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના આકાર મુજબ રચના કરી હતી.
શિવલિંગ બનાવવા માટે પ્રતિમા બનાવવાની માટી લાવ્યા
શ્રાવણમાં શિવાલયોમાં જળાભિષેક સાથે શિવલિંગની પૂજા કરવામાં આવે છે. ત્યારે અડાજણમાં રહેતા અને મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિનોદકુમાર જાદવે માટીમાંથી પાંચથી સાત સેન્ટીમીટરના બાર જ્યોતિર્લિંગ બનાવ્યાં. તેમણે સોમનાથ, નાગેશ્વર, મહાકાલેશ્વર, આમકાલેશ્વર વિશ્વનાથ, કેદારનાથ, ધુમ્મેશ્વર, ભીમા શંકર, મલ્લિકાર્જુન, વૈધનાથ, રામેશ્વરમ, ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના આકાર મુજબ રચના કરી હતી. બાર જ્યોતિર્લિંગ બનાવવા માટે છ કલાકનો સમય લાગ્યો હતો. વિનોદકુમારે જણાવ્યું હતું કે, શિવલિંગ બનાવવા માટે ગણેશ પ્રતિમાની માટી લાવ્યો હતો.
ફોટો પરથી આબેહૂબ કૃતિ બનાવી
સાદી માટીમાંથી શિવલિંગ બનાવ્યા બાદ તે ફાટી જાય છે. બાદમાં ઇન્ટરનેટ પર દરેક શિવલિંગના ફોટો ડાઉનલોડ કર્યા હતા. બાદમાં ફોટો જોઇને આબેહૂબ કૃતિ બનાવી હતી. તેથી, પ્રતિમા બનાવવામાં વપરાત માટીથી જ્યોતિર્લિંગ બનાવ્યા હતાં. વિનોદકુમાર મીનીએચર આર્ટિસ્ટ તરીકે અનેક કૃતિઓ બનાવી ચૂક્યા છે. તેમણે ભૂતકાળમાં જુદાજુદા શાકભાજીમાંથી બાર જ્યોતિર્લિંગ બનાવ્યા હતાં. ઉપરાંત પેન્સિલની અણી પર, બલ્બમાં માટીના શિવલિંગ બનાવ્યા હતા. વર્ષ 2005માં દિવાસળીમાંથી 12 ફૂટ ઊંચો એફિલ ટાવર બનાવી લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. 2019માં પેન્સિલની અણીને કોતરીને 0.2 સેન્ટિમીટરનો વર્લ્ડકપ બનાવ્યો હતો. તેમણે નાની-મોટી અનેક કલાકૃતિઓ બનાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.