તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:દિલ્હીગેટ ચાર રસ્તા પાસે કાર અટકાવવા જતાં પોલીસ કર્મીને ચાલક 300 મીટર ઘસડી ગયો

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિલ્હીગેટ પાસે શનિવારે સવારે પોલીસ અને કાર ચાલક વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. કારને અટકાવવાનો પ્રયાસ કરનાર હેડ કોન્સ્ટેબલને ચાલક 300 મીટર સુધી ખેંચી જઇ નાસી ગયો હતો. શહેર પોલીસની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હે.કો. નાનસિંહ વાલસિંહ શનિવારે સવારે અગિયાર વાગ્યાના અરસામાં દિલ્હીગેટ પાસે ફરજ પર હતા. ત્યારે એક સિલ્વર કલરની અર્ટીગા કાર નં. જીજે-26-એન-1508 પાછળ લોકોનું ટોળુ દોડતું હતું અને પકડો પકડોની બુમો પાડતું હતું.

આ કાર અમિષા ચાર રસ્તા પાસે આવતા હે.કો. નાનસિંહે રસ્તા વચ્ચે આવી જઇને કાર અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કાર ચાલકે પુર ઝડપે તેમને ટક્કર મારતા નાનસિંહ કારના બોનેટ પર ચઢી ગયા હતા. તેમણે કાર અટકાવવા માટે ઇશારો કર્યો હતો. પરંતુ કાર ચાલક તેમને 300 મીટર સુધી ખેંચી ગયો હતો.

બાદમાં બ્રેક મારતા નાનસિંહ નીચે પટકાયા હતા. દરમિયાનમાં ચાલક ત્યાંથી નાસી ગયો હતો. આ અકસ્માતમાં નાનસિંહને પગમાં અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આ‌વ્યા હતા. બનાવ અંગે મહિધરપુરા પોલીસે કાર ચાલક વિરૂદ્ધ હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો નોંધી તપાસ આદરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો