તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતથી કડોદરા જતી સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસના ડ્રાઈવરે સ્ટેયરીંગ પરથી કાબૂ ગૂમાવ્યો હોય છે. જેથી બેસ સીધી રસ્તા પરના ઈલેક્ટ્રીક થાંભળાને તોડીને ખેતરમાં પહોંચી જાય છે. કેળના ખેતરમાં પહોંચેલી બસના આગળના ભાગે નૂકસાન પહોંચે છે. કાચ આગળનો તૂટી જાય છે. સાથે જ બસમાં સવાર 15 જેટલા મુસાફરોમાંથી ડ્રાઈવર કંડક્ટર અને બે મુસાફરોને ઈજા પહોંચી હોય છે. જેથી તેમને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડવામાં આવે છે. બસ ખેતરની વાડ તોડીને અંદર પહોંચી જતાં લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યાં હોય છે. સ્થાનિકોએ કહ્યું કે, બસના ચાલક નશાની હાલતમાં દેખાયો હતો.
બસને નૂકસાન પહોંચ્યું
સુરત ડેપોની એસટી બસ કડોદરા તરફ જઈ રહી હતી તે દરમિયાન નંબર જીજે 18 ઝેડ1737ના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ ખેતરમાં ઘુસી ગઈ હતી. જેથી બસમાં સવાર મુસાફરોને પણ ઈજા પહોંચી હતી.જેથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
બસનો ચાલક નશામાં હતો-સ્થાનિક
ધર્મેશ મહિડાએ જણાવ્યું કે, પાંચેક વાગ્યાની આસપાસ બસ રસ્તા પરનો થાંભલો તોડીને કેળના ખેતરમાં ધસી ગઈ હતી.ડ્રાઈવર પણ નશાની હાલતમાં હોવાનું લાગ્યું હતું. ડ્રાઈવર અને કન્ડક્ટર 108માં બેસીને જતા રહ્યાં હતાં. 15 જેટલા મુસાફરોમાંથી બે મહિલાઓને પણ ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.