દારૂડિયા કારચાલકનું હિટ & રન:કારચાલકે એક મોપેડને ઉડાવ્યું પછી ભાગવા જતાં બીજાને અડફેટે લીધું

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સિટીલાઇટ અણુવ્રત દ્વારથી યુનિવર્સિટી જતા સર્વિસ રોડ પરની ઘટના
  • એકને ગંભીર ઈજા, લોકોએ કારચાલક-મિત્રને પકડીને પોલીસને સોંપ્યા

મિત્રની બર્થડે પાર્ટીમાં જવા પહેલા દારૂ પીને છાંકટા બનેલા રેનોલ્ડ ટાઇટલ કારના ચાલકે રસ્તામાં મોપેડ ચાલકને ટક્કર મારી કાર રિવર્સ લઈ ભાગવા જતા અન્ય એક મોપેડ ચાલકને ઠોકી દીધો હતો. જેના કારણે મોપેડના ચાલકને ગંભીર ઈજા થઈ છે. આ ઘટનામાં કાર ચાલકને મોપેડ ચાલકના મિત્રોએ પકડી લઈ 100 નંબર પર કોલ કરી પોલીસને જાણ કરતાં ઉમરા પોલીસે બન્નેની ધરપકડ કરી છે. ડિંડોલીમાં રહેતા વિપુલ પાંડે મિત્રો સાથે શનિવારે રાત્રે પિક્ચર જોવા માટે ગયા હતા. પિક્ચર જોઈને મિત્રો સાથે મોપેડ પર ઘરે આવતા હતા.

તેવામાં રસ્તામાં અણુવ્રત દ્વારથી વીર નર્મદ યુનિવર્સીટી જતા સર્વિસ રોડ પર સ્પીડમાં આવતા કારના ચાલકે વિપુલના મિત્ર અભિષેકની મોપેડને ટક્કર મારી હતી. જેથી વિપુલ તેના મિત્ર સુજીત સાથે જે મોપેડ આગળ જતા હતા તેઓએ અવાજ સાંભળી પાછા મોપેડ વળાવીને જોવા ગયા હતા. આ સમયે મિત્ર અભિષેકની મોપેડને ટક્કર મારી રેનોલ્ડ ટાઇટલ કારનો ચાલક રિવર્સ લઈ ભાગવાની ફિરાકમાં હતો. આ સમયે વિપુલ અને સુજીત બન્ને જે મોપેડ હતા તે મોપેડને કારના ચાલકે ઠોકી દીધી હતી. જેના કારણે સુજીતને ગંભીર ઈજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા છે.

બીજી તરફ કારનો ચાલકને વિપુલ અને તેના મિત્રોએ પકડી પાડી કારની ચાવી લઈ લીધી હતી. પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. કારના ચાલક નિલય દેસાઈ(25)(રહે,સિટીલાઇટ)અને તેના મિત્ર રોહન દેસાઈ(37)(રહે,ઘોડદોડ રોડ)ને ઉમરા પોલીસ સ્ટેશને લઈ આવી હતી. બન્ને દારૂ પીધેલા હતા. ઉમરા પોલીસે ઍક્સિડન્ટ અને પીધેલાનો કેસ નિલય દેસાઈ સામે દાખલ કર્યો હતો. ઉપરાંત તેના મિત્ર રોહન દેસાઈની સામે પણ પીધેલાનો કેસ કર્યો હતો. વધુમાં પોલીસે જણાવ્યું કે બન્ને મિત્રો એક મિત્રના જન્મ દિવસમાં જવા માટે નીકળ્યા હતા.

મિત્રની બર્થડે પાર્ટીમાં જવા પહેલા કારચાલક અને તેના બિલ્ડર મિત્રએ દારૂ પીધો હતો
બન્ને મિત્રો એક મિત્રના જન્મ દિવસમાં જવા માટે નીકળ્યા હતા. તે પહેલા દારૂ પીધો હતો. કારનો ચાલક નિલય દેસાઈ હજીરાની કંપનીમાં નોકરી કરે છે, જયારે રોહન દેસાઈ બિલ્ડર છે. તેઓ દારૂ પીઈ નીકળ્યા બાદમાં તેમને અકસ્માત સર્જયો હતો. પોલીસે બન્નેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી.

અન્ય સમાચારો પણ છે...