સ્મીમેર હોસ્પિટલમાં ડ્રેનેજ લાઈન તુટી જતા પીએસએમ વિભાગમાં પાણી ભરાઈ ગયા હતા. સમગ્ર વિભાગમાં પાણી ફરી વડતા સ્મીમેરનો સ્ટાફ દોડતો થઈ ગયો હતો. આખરે વિભાગના રૂમમાંથી પાણી બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
સ્મીમેર મેડીકલ કોલેજ બિલ્ડીંગમાં રવિવારે પીએસએમ વિભાગમાં પાણી ભરાઈ ગયા હતા. પીએસએમ વિભાગમાંથી પસાર થતી ડ્રેનેજ લાઈનનો કોક તુટી જવાના કારણે પાણી બહાર આવતા સમગ્ર વિભાગમાં ઓફીસોમાં પાણી ફરી વળ્યા હતા. પીએસએમ વિભાગમાં ગટરના પાણી ફરી વળતા સ્મીમેરનો સ્ટાફ દોડતો થઈ ગયો હતો. આખરે તુટેલી પાઈપ લાઈનની મરામત કરાવવાની સાથે સફાઈ કર્મચારીઓએ વાયપરની મદદથી પાણી ઉલેચી બહાર કાઢ્યું હતું અને વિભાગની તમામ ઓફિસોની સફાઈ કામગીરી હાથ ધરી હતી. રવિવાર હોવાથી મોડે સુધી ગટર લાઈન તુટી હોવાની જાણ થઈ ન હતી અને તેના કારણે સમગ્ર વિભાગમાં પાણી ફરી વળ્યા હતા. આ વાતની જાણ ડીનને થતા તેમણે તાત્કાલિક મરામત કરાવવા અને સાફસફાઈ કરાવવા સુચના આપતા કર્મચારીઓ દોડી ગયા હતા અને તાત્કાલીક કામગીરી કરાવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.