તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:સરથાણાની મહિલા તબીબને ડોકટર પતિ ત્રાસ આપતો હતો

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ પણ ફરિયાદ કરી સમાધાન કર્યુ હતું

સરથાણાની મહિલા તબીબે સાસરિયા સહિત તબીબ પતિ સામે ત્રાસ આપવા બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.અગાઉ પણ મહિલા તબીબે પતિ અને સાસરિયા સામે ફરિયાદ કરી હતી પણ પાછળથી સમાધાન કર્યું હતું.

સરથાણા જકાતનાકા પાસે વિશાલનગરમાં રહેતા મહિલા તબીબ ડો. હંસાબેનના લગ્ન 2009માં આરોપી ડો. નિરવ મોહન લાડાણી સાથે થયા હતા. લગ્ન થયા તે સમયે ડો. હંસા રાજકોટમાં બી.ટી.સવાણી કિડની હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર હતા. તે સમયે નિરવ પણ ડોક્ટર હતો. નિરવે તે સમયે મેડિકલ પ્રેક્ટીસ છોડીને ઇજનેરીનો અભ્યાસ કરતો હતો. લગ્નના થોડા વર્ષો બાદ સાસરિયાઓ નાની-નાની બાબતે ડો. હંસાને ત્રાસ આપતા હતા. તેથી ડો.હંસાએ સુરતમાં પિતાના ઘરે આવ્યા ત્યારે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ત્યાર બાદ સમાજના આગેવાનોની મધ્યસ્થીથી સમાધાન થયું હતું. ત્યાર બાદ ડો.હંસાબેન ફરીથી રાજકોટ જતા સાસરિયાઓ ફરી ત્રાસ આપવા લાગ્યા હતા. ડો. હંસાનો દિયર સાસુની ચઢામણી કરતો હતો. તેથી સાસુ હેરાન કરતી હતી. લગ્નના ઘણા વર્ષો બાદ દીકરીનો જન્મ થયો હતો. તેથી ડો.હંસાએ બીજી વખત સરથાણા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ,દિયર અને દેરાણી વિરુદ્ધ ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...