ધરપકડ:તબીબના મિત્રના પુત્રનું કારસ્તાન ખાતામાંથી 33 લાખ ઉપાડી લીધાં

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અડાજણના તબીબે બેંક સ્ટેટમેન્ટ ચેક કરતાં ભોપાળુ ખુલ્યું
  • ​​​​​​​આરોપી બેંક કર્મી કૃણાલની વાતમાં આવી 85 લાખ FD કર્યા હતા

અડાજણ રહેતા અને ભાગળ પર દવાખાનું ધરાવતા તબીબના મિત્રના પુત્રે તબીબે અલગ અલગ ખાતામાં મૂકેલી 85 લાખની એફડીમાંથી 33.41 લાખ ઉપાડી લીધાં હતા. તબીબે બેંક સ્ટેટમેન્ટ ચેક કરતાં આ ભોપાળુ ખુલ્યું હતું. તબીબના મિત્રનો પુત્ર કૃણાલ એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં નોકરી કરતો હતો. િસનિયર સિટીઝનને એફડીમાં વધારે વ્યાજે મળશે કહી કૃણાલે કહેતા તબીબે 85 લાખ એફડી કર્યા હતા. તબીબની ફરિયાદના આધારે અડાજણ પોલીસ કૃણાલ હિમાશું કાપડીયા(30)(રહે,કૃષ્ણધામ સોસા,પિપલોદ)ની સામે ચીટીંગ અને આઈટી એક્ટનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

અડાજણ ગંગેશ્વર મંદિરની પાછળ સ્પર્સ હાઉસમાં રહેતા ડો. દિલીપકુમાર ભગવાનદાસ ઘીવાલાનું ભાગળ પર કલીનીક છે. લેબોરેટેરી ચલાવતા હિમાશું કાપડીયા સાથે ડોકટરની મિત્રતા થઈ હતી. હિમાશું કાપડીયાનો પુત્ર કૃણાલ કાપડીયા એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં નોકરી કરતો હતો. પિતા મિત્ર હોવાને નાતે ડોકટરે કૃણાલ કાપડીયા પર દીકરાની જેમ વિશ્વાસ મુકી દીધો હતો.

ડોકટર અને તેની પત્નીના નામે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં 3 બેંક ખાતાઓ ખોલાવી એફડીમાં બનાવી હતી. ડોકટરના બેંક ખાતાનો યુઝર આઈડી અને પાસવર્ડ મિત્રના પુત્રએ કોઈક રીતે મેળવી લીધો હતો. પછી ડોકટરનો મોબાઇલ હેક કરી નાખ્યો હતો. મિત્રના પુત્રએ જુન-21 થી અત્યાર સુધીમાં ડોકટરના 3 બેંક ખાતાઓમાંથી ટુકડે ટુકડે કરી પેટીએમ વોલેટ અને બેંક એકાઉન્ટમાં 33.41 લાખની રકમ ટ્રાન્સફર કરી લીધી હતી. આ અંગે ડોકટરે બેંકમાંથી સ્ટેટમેન્ટ કઢાવી ચેક કરતા તેમાં 85 લાખની રકમમાંથી 33.41 લાખ ઉપડી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...