તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:રિવાજ વિરુદ્ધ પિતાની અંતિમ વિધિ કરાતાં કોર્ટનો નકલી પત્ર મોકલનાર તબીબ ઝબ્બે

સુરત14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્પીડ પોસ્ટ કરનાર ઓફિસ બોયની પુછપરછ કરતાં પારસી તબીબનો ભાંડો ફુટ્યો

કોરોનાની મહામારીમાં પારસી તબીબના પિતાનું અવસાન થતા પારસી શાસ્ત્રો મુજબ અંતિમવિધી કરવાને બદલે અગ્નિસંસ્કાર કરવાની ફરજ પડી હતી. જેને લઈને તબીબને માઠું લાગી આવતા તેણે ગુજરાત હાઇકોર્ટનો બોગસ લેટર બનાવી સુરત પારસી પંચાયતની શાહપોરમાં આવેલી ઓફિસમાં સ્પીડ પોસ્ટ કર્યો હતો.

તબીબે સોશિયલ મીડિયા પર બોગસ લેટર ફરતો કરી દીધો હતો. જેને લઈને સુરત પારસી પંચાયતને બદનામ કરવા અને પારસી કોમની ધાર્મિક લાગણી દુભાઈ હતી. આ ઘટનામાં પારસી પંચાયતના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રોહિન્ટન બેજનજી મહેતાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી. જેના આધારે મહિધરપુરા પોસ્ટ ઓફિસમાં પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી.

જેમાં સ્પીડ પોસ્ટમાં લેટર મોકલનાર વ્યકિતની ભાળ મેળવવા માટે પોલીસે બાઇક નંબરને આધારે તેની ઓફિસમાં કામ કરતા ઓફિસબોય સુધી પહોંચી હતી પછી ઓફિસબોયની પોલીસે પૂછપરછ કરી જેમાં આ લેટર તબીબે સ્પીડ પોસ્ટ કરવા આપ્યું હોવાનું ખૂલતા ભાંડો ફુટી ગયો હતો. પકડાયેલા તબીબનું નામ 38 વર્ષીય માહિયાર રતનશા પટેલ (રહે,નિકુંજ સોસા,ટિમલિયાવાડ,નાનપુરા) છે. માહિયાર પટેલ પોતે પારસી છે અને એલએલએમ ,પીએચડી, અને તબીબની DHMSની ડિગ્રી ધરાવે છે.

તબીબ ડ્રાઇવિંગ સ્કૂલનો સંચાલક છે
ભણેલા ગણેલા ડો. માહિયાર પટેલની લાલગેટમાં ક્લિનિક અને પટેલ ડ્રાઇવિંગ સ્કૂલ છે. સાયબર ક્રાઇમે આરોપી માહિયાર પટેલને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે સોમવારે 3 વાગ્યા સુધીના રિમાન્ડ આપ્યા હતા. રિમાન્ડમાં હાઇર્કોટના બોગસ લેટરમાં જસ્ટિસની ખોટી સહી અને સિક્કો ક્યા બનાવ્યો તે બાબતેની હકીકતોની પોલીસ તપાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો