તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણને વેગ:સુરતમાં દિવ્યાંગો માટે વેક્સિનેશન, પ્રથમ દિવસે 700થી વધારે દિવ્યાંગોને વેક્સિન આપવામાં આવશે

સુરત3 મહિનો પહેલા
શહેરમાં અંદાજે અઢી હજાર જેટલા દિવ્યાંગોને વેક્સિન આપવામાં આવશે.
  • કોર્પોરેશન અને સ્વૈચ્છિક સંસ્થાઓએ સાથે મળીને વેક્સિનેશનનું અભિયાન શરૂ કર્યું
  • દિવ્યાંગો માટે વેક્સિનેશન સામાન્ય વ્યક્તિઓ જેટલું જ મહત્વનું કાર્યક્રમ હેઠળ વેક્સિનેશન

સુરત કોર્પોરેશન અને સ્વૈચ્છિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે જહાંગીરપુરા કોમ્યુનિટી હોલ અને ગાંધી સ્મૃતિ ખાતે વેક્સિનેશનનો કાર્યક્રમ શરૂ કરાયો છે. દિવ્યાંગો, મેન્ટલી અને ફિઝિકલ ચેલેન્જ યુવકોને વેક્સિનેશન આપવા માટે પુરજોશમાં અભિયાન શરૂ કરાયું છે. દિવ્યાંગો માટે વેક્સિનેશન સામાન્ય વ્યક્તિઓ જેટલું જ મહત્વનું છે કાર્યક્રમ અંતર્ગત કોર્પોરેશન હવે શહેરના તમામ દિવ્યાંગોને વેક્સિન આપવા માટે શરૂઆત કરી છે.

અંદાજે અઢી હજાર જેટલા દિવ્યાંગોને વેક્સિનેશન થશે
દિવ્યાંગો માટે જહાંગીરપુરા કોમ્યુનિટી હોલ અને ગાંધી સ્મૃતિ ખાતે વેચાણ આપવાનો કાર્યક્રમ શરૂ કરાયો છે. આજે પ્રથમ દિવસે 700થી વધારે દિવ્યાંગોને વેક્સિન આપવામાં આવશે. શહેરમાં અંદાજે અઢી હજાર જેટલા દિવ્યાંગો હોવાનું જાણવા મળ્યું છે તમામ દિવ્યાંગોને રજિસ્ટ્રેશન કરાવીને વેક્સિન આપવા માટે કોર્પોરેશનની ટીમ સાથે સ્વેચ્છિક સંસ્થાઓ પણ જોડાય છે. ભારત વિકાસ પરિષદ સંસ્થા દ્વારા દિવ્યાંગોને વેક્સિનેશન માટે પોતાનું યોગદાન આપવાની શરૂઆત કરી છે.

દિવ્યાંગોને કોઈપણ મુશ્કેલી વગર સરળતાથી રસી આપવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા સૂચના.
દિવ્યાંગોને કોઈપણ મુશ્કેલી વગર સરળતાથી રસી આપવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા સૂચના.

સરળતાથી રસી આપવામાં આવે તેની મનપા કમિશનરની સૂચના
સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની જહાંગીરપુરા કોમ્યુનિટી હોલ ખાતે જઈને દિવ્યાંગો માટે શરૂ કરેલા રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે તમામ દિવ્યાંગોને કોઈપણ મુશ્કેલી વગર સરળતાથી રસી આપવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટે ફરજ પર હાજર અધિકારીઓને સૂચના આપી હતી.

મેન્ટલ અને ફિઝિકલ ચેલેન્જ યુવાનો માટે કામ કરતી તમામ એનજીઓનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.
મેન્ટલ અને ફિઝિકલ ચેલેન્જ યુવાનો માટે કામ કરતી તમામ એનજીઓનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.

કોર્પોરેશનની ટીમ દ્વારા દિવ્યાંગોનો સંપર્ક પણ કરવામાં આવશે
મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં એક પણ દિવ્યાંગ વેક્સિન લેવાથી રહી ન જાય તેની ખાસ કાળજી રાખવા માટે તાકીદ કરી છે. વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત કોર્પોરેશનની ટીમ દ્વારા દિવ્યાંગોનો સંપર્ક પણ કરવામાં આવશે તેમજ મેન્ટલ અને ફિઝિકલ ચેલેન્જ યુવાનો માટે કામ કરતી તમામ એનજીઓનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. જેથી કરીને તેમના માધ્યમથી પણ દિવ્યાંગોને ઝડપથી વેક્સિન આપી શકાય.