માંગણી:આવકના દાખલાની કામગીરીનો જિલ્લા શિક્ષક સંઘે વિરોધ કર્યો

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળામાં સ્ટાફ ઓછો, અન્ય કામગીરી ઉપરથી આ જવાબદારી આપતા કચવાટ

વિદ્યાર્થીઓના આવકના દાખલા શાળાકક્ષાએ કાઢવાની કામગીરીનો સુરત શહેર જિલ્લા શૈક્ષણિક સંધ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે જ કામગીરીમાંથી મુક્તિ આપવા અંગેની માંગણી પણ જિલ્લા શૈક્ષણિક સંધ દ્વારા કરવામાં આવી છે.

સંઘએ જિલ્લા શિક્ષણાધિકારીને કરેલી રજુઆતમાં જણાવ્યું હતુ કે,ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા િવદ્યાર્થીઓનાં વાલીઓનાં આવકનાં દાખલા કાઢવાની કામગીરી સોંપવામાં આવી છે. આ કામગીરી ફક્ત અને ફકત સુરતમાં જ સોંપવામાં આવી છે.

સુરત જિલ્લામાં આવેલી ગ્રાન્ટેડ શાળામાં વર્ષ 1989 બાદ વહીવટી સ્ટાફની ભરતી થઇ નથી. હાલમાં શાળામાં નવા પ્રવેશની કામગીરી, જાતિના દાખલા, પરિણામ જેવી અનેક કામગીરી કરવાની હોય છે આ સાથે આવકના દાખલાની વધારાની કામગીરીથી કર્મચારીઓ ઉપર કામનંુ ભારણ વધી ગયું છે.જેથી જિલ્લા શૈક્ષણિક સંધ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અને આવકનાં દાખલાની કામગીરીમાંથી મુકત કરવાની માંગણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...