તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:દવાના પેમેન્ટની ઉઘરાણીમાં ગયેલી ડિરેક્ટર, તેની પુત્રીને મોટા વરાછામાં ગોંધી રખાઈ

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મેડિસીન પોઇન્ટના માલિકે 9.74 લાખ ન આપી ઓફિસમાં પુરી રાખતા પોલીસે આવી છોડાવ્યા

મોટા વરાછામાં આવેલી મેડિસીન પોઇન્ટના માલિકે રૂ.9.74 લાખની કિંમતની દવાઓ ઉધારમાં ખરીદ્યા બાદ પેમેન્ટ લેવા માટે આવેલી લોટાલટ્સ કંપનીની મહિલા ડિરેક્ટર અને તેની પુત્રીને ઓફિસમાં ગોંધીને નાસી ગયાનો બનાવ અમરોલી પોલીસમાં નોંધાયો છે. અમરોલી પોલીસ મથક પરથી પ્રાપ્ત વિગતો અનુસાર, મુળ ભાવનગરના વતની અને વરાછા વિસ્તારના બરોડા પ્રિસ્ટેજ પાસે આવેલી અનુરાધા સોસાયટીમાં રહેતા પુષ્પાબેન અશોકભાઇ વાઘાણી લોટાલટ્સ ફાર્મસિટીકલ્સ કંપનીમાં ડિરેક્ટર છે.

તેમની કંપની ઓનલાઇન ફોન પર ઓર્ડર લઇને દવાનું વેચાણ કરે છે. તા.6-5-2019થી તા.11-9-2019 દરમિયાન પુષ્પાબેને મોટા વરાછાના લજામણી ચોકના ગોપી નગરમાં મેડિસીન પોઇન્ટના નામે ઓફિસ ધરાવતા આશિષ શાંતિ ઠુમ્મર (રહે, રૂષિકેશ રેસીડન્સી અમરોલી)ને ટુકડે-ટુકડે રૂ.9,74,459ની વિવિધ પ્રકારની દવાઓ આપી હતી. જોકે, બાદમાં આશિષે તેનું પેમેન્ટ નહીં કરતા તા.22મીના ગુરૂવારે બપોરે પુષ્પાબેન દીકરી રીતુ અને દિકરા યજ્ઞનેશ સાથે આશિષની ઓફિસે ઉઘરાણી માટે ગયા હતા. ત્યાર હાજર કર્મચારીએ આશિષ અમદાવાદ ગયો હોવાનું જણાવ્યું હતું.

જેથી પુષ્પાબેને અને તેની દીકરી રીતુ ઓફિસમાં બેઠાં હતા. જ્યારે તેણીનો દીકરો પાણી લેવા માટે હતો. દરમિયાનમાં આશિષે ઓફિસને તાળું મારીને માતા અને પુત્રીને ગોંધી રાખ્યા હતા. જેને પગલે માતા-પુત્રી ગભરાઈ ગયા હતા. આરોપીએ બહારથી તાળું મારી બંધ કરી દેતા માતા અને પુત્રી કલાકો સુધી ઓફિસમાં સમય પસાર કર્યો હતો. જેથી પુષ્પાબેને પોલીસને જાણ કરતા પોલીસ આવી હતી અને આરોપી આશિષને બોલાવી ઓફિસ ખોલાવી હતી. જેને પગલે માતા-પુત્રીને મુક્ત થઈ શક્યા હતા. બનાવ અંગે પુષ્પાબેને અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો