માનવતા મહેકી:ફિઝિયોથેરાપિસ્ટ બની લોકસેવા કરવા માંગતી દિશાએ મોત બાદ 5 લોકોને નવજીવન આપ્યું

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગણદેવીની છાત્રા ફાંસો ખાધા બાદ બ્રેઇન ડેડ થઇ હતી

ગણદેવીના ઘમડાછાની યુવતીને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવતા પરિવારે અંગદાનનો નિર્ણય લીધો હતો.ગણદેવી તાલુકાના ધમડાછા ભૂરાવાડીની દિશા દેવાંગભાઈ નાયકે (20) 16 જૂને રાત્રે 11:30 વાગ્યે ફાંસો ખાઇ જતા સારવાર દરમિયાન બ્રેઈનડેડ જાહેર કરી હતી. જેથી પરિવારે યુવતીના અંગોનું દાન કરીને પાંચ વ્યક્તિઓને નવું જીવન આપ્યું હતું. લોકડાઉન બાદ સુરતમાંથી પ્રથમ વખતે અંગોનું દાન કરવામાં આવ્યું હતું. તા. 16 જૂનની રાત્રે ફાંસો ખાતા દિશાને સારવાર માટે તાત્કાલિક ગણદેવીમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી. વધુ સારવાર માટે તા. 17 જૂને દિશાને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. નિદાન માટે દિશાનું સિટીસ્કેન કરાવતા મગજમાં લોહી અને ઓક્સિજન નહીં પહોંચવાને કારણે મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું.રવિવાર તા.21 મી જૂનના રોજ તબીબોએ દિશાને બ્રેનડેડ જાહેર કરાઇ હતી. મૃતક દિશા નવસારીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિજીયોથેરાપીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.

કોવિડ ટેસ્ટ બાદ અંગદાન કરવામાં આવ્યું
દિશાનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી દિશાના માતા-પિતાને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. દિશાના પિતા દેવાંગભાઈ અને માતા શિલ્પાબેને જણાવ્યુ કે અમારી દીકરી ફિજીયોથેરાપિસ્ટ બનીને લોકસેવા કરવા માંગતી હતી. આજે તે બ્રેઈનડેડ છે તેનું શરીર બળીને રાખ થઇ જાય તેના કરતા તેના અંગોના દાન થકી અન્ય દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.

દિશાની કિડની અને લિવર અમદાવાદ મોકલાયા
બ્રેઇન ડેડ થયેલી દિશાના પરિવાર તરફથી અંગદાનની સંમતિ મળતા અમદાવાદની આઈકેડીઆરસીના ડૉ.સુરેશ કુમાર અને તેમની ટીમે હોસ્પિટલ પહોંચી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું હતું . જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકાર્યું હતું. કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની આઈકેડીઆરસીમાં કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...