• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Dilapidated Water Tank Of Dumas In Surat Was Carefully Lowered, There Was An Atmosphere Of Fear Among The People Due To The Dangerous Tanks.

એ....કડડડડ ભૂસ:સુરતમાં જર્જરીત પાણીની ટાંકીને સાવધાનીપૂર્વક ઉતારવાના જુઓ LIVE દ્રશ્યો, ભયજનક ટાંકીઓથી લોકોમાં ડરનો માહોલ હતો

સુરત4 દિવસ પહેલા
રાહદારીઓ જર્જરીત પાણીની ટાંકીથી ડર અનુભવતા હતાં.
  • મહાનગરપાલિકા દ્વારા વારંવારની રજૂઆતથી કામગીરી કરાઈ

સુરતના ડુમસ વિસ્તારમાં ગ્રામ પંચાયત સમયથી નિર્માણ થયેલી ટાંકીઓની ખુબ જ જર્જરીત સ્થિતિ હતી. છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશનમાં પાણીની ટાંકીઓ ઉતારી પાડવા માટેની રજૂઆત કરવામાં આવી રહી હતી.જેને ધ્યાનમાં રાખીને આજે કોર્પોરેશનના ઝોનલ અધિકારીઓની ટીમ જેસીબી મશીન સાથે ડુમસ વિસ્તારમાં પાણીની ટાંકીઓ એક બાદ એક જમીનદોસ્ત કરવાની કામગીરી ઉપાડી હતી. આજે સવારથી કુલ પાંચ જેટલી જર્જરિત પાણીની ટાંકીઓને ઉતારી લેવામાં આવી હતી.

કોર્પોરેશનમાં પાણીની ટાંકીઓ ઉતારી પાડવા માટેની રજૂઆત કરવામાં આવી રહી હતી
કોર્પોરેશનમાં પાણીની ટાંકીઓ ઉતારી પાડવા માટેની રજૂઆત કરવામાં આવી રહી હતી

લોકોમાં ભય પેદા થયો હતો
ડુમસ વિસ્તારના ભીમરાડ,ગવિયર,ભીમપુર,ડુમસ સહિતના વિસ્તારોમાં સવારથી જ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જર્જરિત પાણીની ટાંકીઓને ઉતારવાની કામગીરી શરૂ થઈ ગઈ હતી. સ્થાનિક લોકો દ્વારા આ વિસ્તારમાં કુલ આઠ જેટલી પાણીની ટાંકી એવી હતી કે, જે ખૂબ જ જરૂરી સ્થિતિમાં હતી.તેને કારણે એક પ્રકારનો ભયનો માહોલ પણ આ વિસ્તારમાં જોવા મળતો હતો. વરસાદી વાતાવરણ અને ડુમસ વિસ્તારની અંદર આવતા સતત તોફાનોને કારણે આ પાણીની ટાંકીઓ ગમે ત્યારે ભોંય ભેગી થઈ જાય તેવો ડર લોકોમાં સતાવતો હતો. જેને ધ્યાનમાં રાખીને આજે આ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

પાણીની ટાંકીઓ એક બાદ એક જમીનદોસ્ત કરવાની કામગીરી ઉપાડવામાં આવી છે.
પાણીની ટાંકીઓ એક બાદ એક જમીનદોસ્ત કરવાની કામગીરી ઉપાડવામાં આવી છે.

સાવધાનીપૂર્વક કામગીરી થઈ
ચોર્યાસી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ઝંખનાં પટેલે જણાવ્યું કે,સ્થાનિક લોકો દ્વારા આ વિસ્તારની અંદર જે ભયજનક સ્થિતિમાં પાણીની ટાંકીઓ હતી. તેને ઉતારી લેવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. કારણ કે આ પાણીની ટાંકી જર્જરિત હોવાથી કોઈપણ પ્રકારનો તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો ન હતો.પરંતુ અમને સતત રહેતો હતો કે, જો આ પાણીની ટાંકી એકાએક પડે તો આસપાસના ઘર પર કે નજીકથી પસાર થતાં લોકોના જો ઉપર એક પ્રકારે જોખમ ઊભું કરી શકે છે. પાણીની ટાંકી એક ધરાશાયી થાય તો મોટી જાનહાની થવાની પણ શક્યતા છે. જેથી આજે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ખૂબ જ સાવધાની પૂર્વક અને કોઇને નુકસાન ન થાય એ રીતે પાંચ જેટલી પાણીની જર્જરિત ટાંકી અને ઉતારી લેવાની કામગીરી કરવામાં આવી હતી. આવનાર દિવસોમાં મગદલ્લા, અલથાણ સહિતની ત્રણ જેટલી ટાંકીઓને ઉતારી લેવાની કામગીરી કરવામાં આવશે.

ટાંકીઓનો કોઈ ઉપયોગ પણ કરવામાં આવતો નહોતો.
ટાંકીઓનો કોઈ ઉપયોગ પણ કરવામાં આવતો નહોતો.

રાહદારીઓમાં ભય પેદા થયેલો
ભીમપોર ગામના સ્થાનિક રહેવાસી ઉમેશ ભાઈ પટેલે જણાવ્યું કે,ભીમપોર ગામની જર્જરિત ટાંકીના બરાબર બાજુમાં જ સરકારી પ્રાથમિક શાળા અને પીઠાવાળા સ્કૂલ આવેલી છે. આ મુખ્ય રસ્તો છે અને ત્યાંથી રોજના 1200થી 1500 જેટલા બાળકો પસાર થતા હોય છે. મુખ્ય રસ્તો હોવાથી વાહનોની અને રાહદારીઓને અવરજવરમાં ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે. ભૂતકાળમાં બે-ત્રણ વખત જર્જરિત ટાંકીના ઉપરથી પોપડાં પણ પડવાની ઘટના બની હતી. જેને લઇને અમારા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. આ બાબતે અમે સુરત કોર્પોરેશનની અંદર રજૂઆત કર્યા બાદ આજે પાણીની ટાંકી ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કોર્પોરેશનને ખૂબ જ સારી કામગીરી કરીને કોઇપણ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં જ જોખમ દૂર કરી દીધો છે.