પવિત્ર શ્રાવણ માસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાવિકો દ્વારા અત્યારથી જ ઉજવણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે કાનબાઈ માતાના વિસર્જન માટે નાવડી ઓવારા પર કુત્રિમ તળાવની વ્યવસ્થા કરવા માટે પાલિકામાં આવેદન પત્ર આપવામાં આવ્યું છે. આવાજ સેવાભાવી ટ્રસ્ટ દ્વારા આવેદન પત્ર આપી કુત્રિમ તળાવની વ્યવસ્થા કરી આપવા માંગ કરવામાં આવી છે. સુરત જિલ્લા ગ્રામ વિકાસ વિભાગમાં 14 વર્ષથી ફરજ બજાવતા કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે 15 દિવસથી હડતાલ પર છે.
મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ઉજવણી
મહારાષ્ટ્રીયન સમાજની કુળદેવી કાનબાઈ માતાના વિસર્જન માટે નાવડી ઓવારા પર કુત્રિમ તળાવની વ્યવસ્થા કરી આપવા માટે પાલિકામાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આવાજ સેવાભાવી ટ્રસ્ટ દ્વારા અપાયેલા આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે દર વર્ષની જેમ મહારાષ્ટ્રીયન સમાજની કુળદેવી કાનબાઈ માતાની આગામી 7 ઓગસ્ટના રોજ સ્થાપના થનાર છે.
ધામધૂમથી ઉજવણી થાય છે
બે દિવસના આ પર્વમાં માતાજીની પ્રતિમા રૂપે ફક્ત શ્રીફળ મુકવામાં આવે છે અને બે દિવસ બાદ ધામધૂમથી કાનબાઈ માતાની વિસર્જન યાત્રા નીકળે છે અને નાવડી ઓવારે જઈ તમામ ભાવિક ભક્તો પૂજા અર્ચના કરી ઘરે પરત ફરે છે. આમ મહારાષ્ટ્રીયન સમાજનું આ એક મોટું ધાર્મિક પર્વ છે. અને તાપી નદીમાં વિસર્જનની પરવાનગી ના હોય કુત્રિમ તળાવની વ્યવસ્થા કરી આપવા માંગ કરવામાં આવી છે.
અનિશ્ચિત મુદતની હડતાલ
કર્મચારીઓ દ્વારા ગત 11મી તારીખથી અનિશ્ચિત મુદતને હડતાલ શરૂ કરવામાં આવી છે. તો 40 જેટલા કર્મચારીઓમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. છેલ્લા 14 વર્ષથી રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગમાં મનરેગા, મિશન મંગલમ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતના વિભાગોમાં રાત દિવસ મહેનત કરનારા આ કર્મચારીઓને કાયમી કરવાના મુદ્દે વહીવટી તંત્ર દ્વારા ભારોભાર અન્યાય કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
કર્મચારીઓમાં આક્રોશ
હડતાલ પર ઉતરેલા કરાર આધારિત કર્મચારીઓએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, હાલની મોંઘવારીમાં જે વર્તન મળી રહ્યું છે.તે ખૂબ જ નજીવું છે અને ફિક્સ પગારને કારણે અમારું શોષણ થઈ રહ્યું હોય તેવી સ્થિતિ ઉદભવી છે. આ સ્થિતિમાં 11 માસ કરાર આધારિત કર્મચારી પાંચ વર્ષ કે તેથી વધુ સમય થઈ ચૂક્યો છે.તેઓને નિયમિત કરવા જોઈએ છાસવારે આ માટે માંગ કરવામાં આવી રહી છે. આ સિવાય પ્રવર્તમાન પગાર પંચનો લાભ, વખતોવખત બહાર પાડવામાં આવતા ઈજાફા અને મોંઘવારી બધાનો લાભ આપવા તથા એલાઉનટ અને વેતન વિસંગતતા દૂર કરવા સહિતના નવ અલગ અલગ મુદ્દાઓ સંદર્ભે કરાવીએ કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવાની સાથે અનિશ્ચિતકાળની હડતાલ પર ઉતર્યા હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું ન હોવાની હૈયા વરાળ પણ કર્મચારીઓ દ્વારા ઠાલવવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.