તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

DEOની નોટિસ:ઓનલાઇન ડેટા અપલોડ ન કરનારી 148 સ્કૂલોને DEOએ નોટિસ ફટકારી

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • વિજ્ઞાન પ્રવાહની શાળાને ભૌતિક, રસાયણ, જીવ વિજ્ઞાનના શિક્ષકો, લેબ.કો.ની પરીક્ષા મૂલ્યાંકન તરીકે નિયુક્ત કરવાની સૂચના આપી હતી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 30 માર્ચથી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાઓ શરૂ થશે. જે માટે જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા દરેક વિજ્ઞાન પ્રવાહની શાળાને ભૌતિક, રસાયણ અને જીવ વિજ્ઞાનના શિક્ષકો, લેબ.કો.ની પરીક્ષા મૂલ્યાંકન તરીકે નિયુક્ત કરવાની સૂચના આપી હતી. તેમ છતાં શહેર-જિલ્લાની 148 સ્કૂલો દ્વારા આજદિન સુધી શિક્ષકોની નિમણૂક કરવામાં આવી ન હોવાથી જીલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલને નોટિસ ફટકારી માહિતી જમા કરાવવાનો આદેશ કર્યો છે.

કોરોનાકાળમાં છેલ્લા 10 મહિનાથી બંધ રહેલી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની શાળાઓ 1 જાન્યુઆરીથી શરૂ થઇ છે. જેને પગલે બોર્ડ દ્વારા પણ 30 માર્ચથી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા લેવાની જાહેરાત કરી છે. પ્રાયોગિક પરીક્ષા માટે શાળાનું માળખું જરૂરી હોવાથી શિક્ષણાધિકારી દ્વારા દરેક વિજ્ઞાન પ્રવાહની શાળાને ભૌતિક, રસાયણ અને જીવ વિજ્ઞાનના શિક્ષકો, લેબ.કો.ની પરીક્ષા મૂલ્યાંકન તરીકે નિયુકત કરવાની સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં શહેર-જીલ્લાની કુલ 148 શાળાઓ દ્વારા શિક્ષકો, લેબ.આસી.ની નિમણૂક કરી હોવાની તેમજ તેમના નામ સાથેની સંપૂર્ણ વિગતો રજૂ કરી ન હોવાથી જીલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી 3 દિવસમાં નિમણુંક કરવાનું સૂચન કર્યંુ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો