ઉતરાયણમાં સુરતી ઊંધિયું ખાવાનો ટ્રેન્ડ છે. લોકો ઘરે ઉંધયું પણ બનાવે છે તો ઘણા લોકો દ્વારા હોટલ, રેસ્ટોરન્ટમાંથી મંગાવે છે. જેને લઈને ઉંધિયામાં ઉપયોગમાં લેવામાં આવતા શાકભાજીની માંગ વધી છે. છેલ્લાં 8 દિવસમાં એપીએમસીમાં 17 લાખ કિલો વટાણા, 1.84 લાખ કિલો પાપડી અને 61 હજાર કિલો રિંગણા, 18 હજાર કિલો પાપડીની આવક થઈ છે. જો કે, શાકભાજીની આવકમાં તો વધારો થયો છે તેમ છતાં ડિમાન્ડ વધારે હોવાથી ભાવમાં પણ વધારો થયો છે. માત્ર એક જ દિવસમાં તુવેરના ભાવમાં 10 રૂપિયા, પાપડીના ભાવમાં 50 રૂપિયા, વટાણાના ભાવમાં 20 રૂપિયા અને ગાજરના કિલો દિઠ ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો છે.
માંગ વધતા શાકભાજીના ભાવમાં વધારો થયો
એપીએમસીના ડિરેક્ટર બાબુ શેખે કહ્યુ કે, ‘ઉતરાયણના તહેવારમાં ઉંધિયું ખાવાનું સુરત શહેરમાં ચલણ છે. દરેક ધર્મના લોકો ઉતરાયણના તહેવારની ઉજવણી ધામધૂમથી કરે છે. આ વર્ષે પણ ઉતરાયણાં ઉંધિયાનું ચલણ છે ત્યારે તેને લઈને ઉંધિયામાં ઉપયોગમાં લેવામાં આવતા શાકભાજીની માંગમાં વધારો થયો છે. જેથી ભાવ વધ્યા છે.
શાકભાજી | 12 જાન્યુ. (રૂ) | 13 જાન્યુ. (રૂ) | 8 દિવસમાં ખપત |
તુવેર | 55થી 60 | 60થી 70 | 149685 કિલો |
પાપડી | 170થી 200 | 200થી 250 | 184159 કિલો |
વટાણા | 15થી 20 | 20થી 35 | 1645633 કિલો |
ગાજર | 15થી 20 | 20થી 30 | 666781 કિલો |
રતાળું | 50થી 55 | 50થી 60 | 53523 કિલો |
શક્કરિયા | 30થી 35 | 35થી 50 | 58967 કિલો |
દેશી રિંગણ | 17થી 25 | 22થી 30 | 612349 કિલો |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.