તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Delegation Of Surat Chamber Met With The High Commissioners Of Africa And Indonesia And Bangladesh And Discussed The Direction Of Trade Development.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચર્ચા:સુરત ચેમ્બરના પ્રતિનિધી મંડળે આફ્રિકા અને ઈન્ડોનેશિયા અને બાંગ્લાદેશના ડે.હાઈ કમિશનર સાથે મિટીંગ કરી વેપાર વિકસાવવાની દિશામાં ચર્ચા કરી

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચેમ્બરના પ્રતિનિધીઓએ વેપાર અંગેની ચર્ચા કરી હતી. - Divya Bhaskar
ચેમ્બરના પ્રતિનિધીઓએ વેપાર અંગેની ચર્ચા કરી હતી.
  • ઇન્ડોનેશિયાના કોન્સુલ જનરલે ડિફેન્સ યુનિફોર્મ, નેવલ યુનિફોર્મ, NATO યુનિફોર્મ બનાવવામાં ટેકનીકલ ગાઇડન્સ આપવા માટેની તૈયારી દર્શાવી

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગૃપ ચેરમેન અમિષ શાહ અને ઇન્ટરનેશનલ બિઝનેસ ડેલીગેશન/કોન્સ્યુલેટ લાયઝન કમિટીના કો–ચેરમેન હર્ષલ ભગત સહિતના ચેમ્બરના પ્રતિનિધી મંડળે આજ રોજ સાઉથ આફ્રિકા અને ઇન્ડોનેશિયાના મુંબઇ ખાતેના કોન્સુલ જનરલ સાથે મહત્વની મિટીંગ કરી હતી. સાથે જ બાંગ્લાદેશના મુંબઇ ખાતેના ડેપ્યુટી હાઇ કમિશનર હીઝ એકસીલન્સી મિસ્ટર મોહંમદ લુથફોર રહેમાન સાથે પણ મુલાકાત કરી હતી.

ચર્ચા વિચારણા કરાઈ
કોન્સ્યુલેટ જનરલ ઓફ ધી રીપબ્લીક ઓફ સાઉથ આફ્રિકાના કોન્સુલ જનરલ એન્ડ્રે કુન્હ્‌ સાથેની મુલાકાતમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સ્મોલ મિડીયમ એન્ટરપ્રાઇઝ સેકટરના એકમોને વધુ સશકત કઇ રીતે કરી શકાય તે અંગે મહત્વની ચર્ચા વિચારણા કરાઇ હતી. તેમણે કહયું હતું કે સાઉથ આફ્રિકામાં ગારમેન્ટ મેન્યુફેકચરીંગનું વિશાળ માર્કેટ આવેલું છે. જેથી કરીને તેઓ સુરતના ગારમેન્ટ મેન્યુફેકચરીંગ ઉદ્યોગકારોને સાઉથ આફ્રિકામાં રોકાણ કરવા માટેનું આમંત્રણ આપવા ઇચ્છે છે. એના માટે તેઓ ફેબ્રુઆરી, ર૦ર૧માં સુરત આવશે અને ચારથી પાંચ ગારમેન્ટ મેન્યુફેકચરીંગ કંપનીની વિઝીટ પણ કરશે.

એક્ઝીબીશન માટે ડેલીગેશન આવશે
ચેમ્બરના પ્રતિનિધી મંડળે કોન્સ્યુલેટ જનરલ ઓફ ધી રીપબ્લીક ઓફ ઇન્ડોનેશિયા, મુંબઇ ખાતેના કોન્સુલ જનરલ અગુસ પી. સાપ્તોનોની સાથે મુલાકાત કરી હતી. બે દેશો વચ્ચેના વેપારને વિકસાવવા માટે તેમના તરફથી પૂર્ણ સહકાર મળશે તેમ કોન્સુલ જનરલ અગુસ પી. સાપ્તોનોએ જણાવ્યું હતું. સાથે જ તેમણે ચેમ્બર દ્વારા જાન્યુઆરી ર૦ર૧માં યોજાનાર ‘સીટેક્ષ’એકઝીબીશનના ઉદ્‌ઘાટન સમારોહમાં ઇન્ડોનેશિયન ડેલીગેશન લઇને આવશે તેમ જણાવ્યું હતું. ઇન્ડોનેશિયામાં ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં રહેલી તકો વિશે એકઝીબીશન દરમ્યાન પ્રેઝન્ટેશન કરવા માટે પણ તેમણે રસ દાખવ્યો હતો. ઇન્ડોનેશિયાની ઇન્ડસ્ટ્રી માટે તેઓ ટેકનીકલ પાર્ટનર્સ પણ શોધી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

પાર્ટનર બનવાની તૈયારી
ઇન્ડોનેશિયા, મુંબઇ ખાતેના કોન્સુલ જનરલે ટેક્ષ્ટાઇલ મશીન અને ફેબ્રિકસના અપગ્રેડેશન માટે પાર્ટનર બનવા સુધીની તૈયારી તેઓએ દર્શાવી હતી. સાથે જ તેમણે ડિફેન્સ યુનિફોર્મ, નેવલ યુનિફોર્મ, NATO યુનિફોર્મ બનાવવામાં ટેકનીકલ ગાઇડન્સ આપવા માટેની પણ તૈયારી દર્શાવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો