તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IMA દ્વારા ભાવાંજલિનો કાર્યક્રમ:14 દિવંગત ડોક્ટરોનું ડેડિકેશન અને આવડત એ જ આપણા ઓક્સિજન અને આઇસીયુ હતા

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
જીવનભારતી હોલ - Divya Bhaskar
જીવનભારતી હોલ
  • કોરોનાથી મૃત્યુ પામેલા 14 ડોક્ટરોને IMAની શ્રદ્ધાંજલિ, ‘અમે હજુ બચ્યા છે પણ કોવિડયાત્રા અથવા કોરોના ટ્રીપ માટે તૈયાર છીએ’
  • મૃતક તબીબોને શ્રદ્ધાંજલિ આપતા અનેક ડોક્ટરો ભાવુક થયા અને કહ્યું, ‘સારવાર કરનારે પોતે સારવાર લેવાનો વારો આવ્યો એ પીડા અમારી માટે અસહ્ય હતી’

કોરોનાના કપરા કાળમાં કોરોનાના દર્દીઓની સારવાર દરમિયાન સંક્રમિત થયા બાદ શહીદ થયેલા શહેરના 14 તબીબોને શ્રદ્ધાંજલિ આપવા IMA દ્વારા ભાવાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. દિવંગત તબીબોના આપ્તજનોની હાજરીમાં દિવંગત તબીબોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં પુર્વ કુલપતિ ડો. દક્ષેસ ઠાકર અને ગુજરાત સાહિત્ય પરિષદના પૂર્વ અધ્યક્ષ ડો. ભાગ્યેશ ઝાએ શબ્દાંજલી આપી હતી. દિવંગત તબીબોના પરિવારને સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભારતીમૈયા મેમોરીયલ ટ્રસ્ટરના પ્રમુખ મહેન્દ્ર કતારગામવાળા હાજર રહ્યા હતા. IMA પ્રમુખ ડો. હિરલ શાહ, ડો. વિનોદ શાહ સહિતના અગ્રણીઓ તેમજ દિવંગત તબીબોના પરિવારના સભ્યોએ પણ તેમના સ્વજનના સંસ્મરણોને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

ડો. અશોક કાપ્સે
ડો. કાપ્સે સાહેબે સુરતમાં એક ડોક્ટરની આખી પીઢી તૈયાર કરી . તેઓ પર બાઉલમાં ચોકલેટ રાખતા. બાળક મુઠ્ઠી ભરી ચોકલેટ લે પછી જ સારવાર ચાલુ કરે.

ડો. અભય ગગલાની
કોરોનાના કપરા કાળમાં ઘણા તબીબ અપ્રાપ્ય હતા ત્યારે હોસ્પિટલ ચાલુ રાખી હતી. ડો. ગગલાણીનું જીવન સેવાને વરેલુ હતું . પૈસાના બદલે દુવાઓ મેળવી હતી.

ડો. બળવંત મિસ્ત્રી
સમય પાલનમાં ઘણાં નિયમિત હતા. ઘણી વખત કોઇ સમારંભ મોડો થવાનો હોય અને જમવાનો સમય ચુકી જવાનું લાગે તો ઘરેથી રોટલી શાક લઈને જતા.

ડો. દક્ષેશ પારેખ
એમના માટે પ્રથમ દર્દી પછી મિત્રો અને પછી પરિવાર આવે, `હું છુ ને, તુ બિલકુલ ચિંતા નહી કરીશ. તબીબના આ શબ્દ દર્દીને ઠંડક આપે છે.એનુ ઉદાહરણ ડો. દક્ષેશ હતા.

ડો. દિલીપ મોદી
ડૉ.દિલીપ મોદી તબીબ હોવા છતાં સાહિત્યક્ષેત્રે પણ તેમણે સર્જન કર્યું. તેમની ગઝલો અને મુક્તકો પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ પીએચડી પણ કર્યું હતું.

ડો. ધનસુખ ઢીમ્મર
તેઓ તબીબની સાથે સામાજીક કાર્યકર પણ હતા. પરિચિત વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ હોય તો તેઓ ત્યાં જઈ સારવાર કરનાર તબીબ સાથે મળી દર્દીની સ્થિતિ જાણતા.

ડો. ફકીર કહાર
ઈરાનની હેલ્થ મીનીસ્ટ્રીમાં મેડીકલ ઓફિસર હતા. તેમની પાસે આવેલા દર્દીઓની તકલીફ જોઇ તેઓ તેને વહેલી તકે સાજા કરવા માટે હંમેશા તત્પર રહેતા.

ડો. લક્ષ્મણ મેવાડા
મસ્કતિમાં જોડાયા અને ત્યાંથી જ રીટાયર્ડ થયા. અવારનવાર નંદીગ્રામમાં મહાન લેખિકા કુંદનીકા કાપડીયા પાસે જઈ આધ્યાત્મિક જ્ઞાન પણ લેતા હતા.

ડો. ખુશરો લશ્કરી
ઝુપડપટ્ટીમાં જાય ત્યારે દર્દીને સામેથી પૈસા આપતા હતા. આઈએમએ સુરતની સ્થાપનામાં દાન આપ્યું હતું. બે વખત પ્રેસીડેન્સીયલ એવોર્ડ માટે નોમીનેટ પણ થયા હતા.

ડો. મીનલ જોષી
શાંત ગંભીર સૌહામણુ વ્યક્તિત્વ હતું. એક જ મહિનામાં તેઓ અને તેમના બહેન કોરોનામાં શહીદ થયા. તેઓ છેલ્લા સમયે બ્રહ્માકુમારીમાં વધુને વધુ વ્યાપ્ત થતા ગયા.

ડો. મોહન ગામીત
સરકારે ભારત જ્યોતી એવોર્ડ થી સન્માનીત કર્યા હતા. નિવૃત્તિ બાદ પણ કોરોનાના કપરા કાળમાં પણ તેમણે સ્મીમેર હોસ્પિટલમાં સેવા આપી હતી.

ડો. શૈલેષ ઉપાધ્યાય
દર્દીઓ પ્રત્યે અપાર કરૂણા ધરાવતા હતા. વાંચન એમનો શોખ હતો વેદો, ગીતા, ઉપનિષદો, રામાયણનું તેમનું અગાધ જ્ઞાન અચંબો પમાડે તેવુ હતું.

ડો. શરદ ઉપાધ્યાય
ગવર્મેન્ટ મેડીકલ કોલેજ સુરત ખાતે ટ્યુટર તરીકે જોડાયા અને સિનિયર લેક્ચરર તરીકે રિટાયર્ડ થયા હતા. દસ વર્ષમાં કેન્સરની 5 વખત સર્જરી કરાવી હતી.

ડો. યુસુફ પટેલ
રાંદેરમાં ગરીબોના મસીહા ગણાતા ડો. યુસુફ પટેલ ગરીબ દર્દીઓ માટે મેડીકલ સ્ટોરમાં ફંડ જમા કરાવી રાખતા અને દર્દીના પ્રિસ્કીપ્સન પાછળ ફ્રી લખી દેતા.

અન્ય સમાચારો પણ છે...