તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકા-પોલીસનો સંયુક્ત નિર્ણય:વિકેન્ડમાં પણ ડુમસ બીચ ખોલવા તંત્રનો અંતે નિર્ણય આજે સવારે 7થી સાંજે 7 વાગ્યા સુધી ફરવા જઇ શકાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લોકો ગાઇડલાઇન્સનું પાલન નહીં કરે તો બીચ ફરી બંધ કરાશે - Divya Bhaskar
લોકો ગાઇડલાઇન્સનું પાલન નહીં કરે તો બીચ ફરી બંધ કરાશે
  • સાંજે 7 પછી બીચ ખાલી નહીં કરનારા અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન નહીં કરનારા સામે કાર્યવાહી થશે

કોરોના ઘટી ગયા બાદ મોલ, મલ્ટિપ્લેક્સ, જીમ, માર્કેટો ખુલી ગયાં છે હરવા ફરવા માટે ગોપીતળાવ, નેચર પાર્ક, ઍક્વેરિયમ પણ ખુલ્યા છે પરંતુ શહેરીજનોએ ત્યાં જવા રૂપિયા ચૂકવવા પડે છે. જ્યારે મફતમાં હરવા ફરવાનું એકમાત્ર સ્થાન ડુમસ બીચ છે ત્યાં જ તંત્રએ પ્રતિબંધ મુક્યો હતો. છેલ્લા દોઢ મહિના થવા છતાં તંત્ર ડુમસ બીચ નો પ્રતિબંધ ઉઠાવતું ન હતું તેથી લોકોમાં ભારે રોષ પ્રવર્તતો હતો.

દિવ્ય ભાસ્કરે આ અંગે સતત અહેવાલો પ્રકાશિત કર્યા હતા. જેના આધારે ધારાસભ્ય અને કોર્પોરેટરોએ પણ કમિશનરને રજૂઆત કરી હતી. અંતે શનિવારે પાલિકા અને પોલીસે સંયુક્ત રીતે ડુમસ બીચ વિક-એન્ડમાં પણ લોકો માટે ખુલ્લો મુકવા નિર્ણય કર્યો હતો. સવારે સાત વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી લોકો અહીં ટહેલવા જઇ શકે છે. જોકે, સાત વાગ્યા પછી બીચ ખાલી નહીં કરનારા અને કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન નહીં કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.

બીચ પર પરિવાર સાથે જાઓ પણ માસ્ક, ડિસ્ટન્સિંગનું પાલન કરો
કોવિડ ને પગલે ડુમસ બીચ પર રજાના દિવસોમાં શનિ-રવિવારે પોલીસ કમિશનર સાથે સંકલનમાં રહી જે પ્રતિબંધ હતો તે ઉઠાવી લેવામાં આવ્યો છે. પોલીસ કમિશનર સાથે સહિયારો આ નિર્ણય કરાયો છે. સવારે 7 થી સાંજે 7 સુધી બીચ પર હરીફરી શકાશે. પરંતુ કોરોના હજી ગયો નથી. લોકો કોવિડ નિયમોનું પાલન કરે, બીચ પર પરિવાર સાથે જાઓ પણ માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગનું અચૂક પાલન કરે. > બંછાનિધિ પાની, કમિશનર, પાલિકા

અન્ય સમાચારો પણ છે...