તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Decision To Increase The Number Of Patients Was Taken After The Morning OPD Will Now Start After The Morning In Civil

સુવિધા:સિવિલમાં સવાર બાદ હવે સાંજની ઓપીડી ચાલુ થશે, દર્દીઓની સંખ્યા વધતા નિર્ણય લેવાયો

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 15 દિવસ પહેલા સવારની OPD ચાલુ થઇ હતી

પંદર દિવસ પહેલા સિવિલમાં નોન કોવિડ સારવાર માટે સવારની ઓપીડી શરૂ કરવામાં આવી હતી. જેમાં દર્દીઓમાં ધીમે ધીમે વધારો થતા અને કોરોનાના દર્દીઓમાં ઘટાડો થતા સાંજની ઓપીડી પણ શરૂ કરવામાં આવી છે. શહેર અને જિલ્લામાં કોરોનાના બીજા વેવમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થતા 9 એપ્રિલથી સિવિલ હોસ્પિટલમાં નોન કોવિડ ઓપીડી બંધ કરી દેવામાં આવી હતી. જેથી કોરોના સિવાયના ગરીબ અને મધ્યમ વર્ગના નોન કોવિડ દર્દીઓને પ્રાઈવેટ હોસ્પિટલોમાં સારવાર લેવાની ફરજ પડી હતી.

આખરે કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો થયા બાદ સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડિંગના કોવિડ વોર્ડ ખાલી થયા હતા જેથી ગઈ તા.17 મેથી સિવિલ હોસ્પિટલમાં સવારની નોન કોવિડ ઓપીડી શરૂ કરવામાં આવી હતી. સવારની ઓપીડી શરૂ કર્યા બાદ ધીમે ધીમે નોન કોવિડ સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થતા અને કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતા હવે સિવિલ હોસ્પિટલમાં સાંજની ઓપીડી પણ રાબેતા મુબજ શરૂ કરી દેવામાં આવી છે. સવાર અને સાંજ આમ બન્ને ઓપીડી ફરી શરૂ થઈ જતા સામાન્ય સારવાર માટે આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને મોટી રાહત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...