તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:આજે વેન્ડિંગ ઝોન પર નિર્ણય 20 હજાર વેન્ડરોને લાભ થશે

સુરત20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • પાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળશે

છેલ્લા ઘણા વર્ષોથી કાગળ પર રહેલા સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટનું અમલીકરણ કરવા પાલિકાના શાસકોએ હવે આયોજન કર્યું છે. સિટી સ્ટ્રીટ વેન્ડીંગ પ્લાન તૈયાર કરવા સંદર્ભે કન્સલ્ટન્ટ નિમવા માટેની મંજૂરી માંગતી દરખાસ્ત મ્યુ.કમિશનરે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરી છે. શનિવારે સ્ટેન્ડીંગ કમિટીમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.

દીન-દયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત સિટી સ્ટ્રીટ વેન્ડિંગ પ્લાન તૈયાર કરાશે.પ્રતિ સ્ટ્રીટ વેન્ડર્સ પ્રમાણે સિટી સ્ટ્રીટ વેન્ડિંગ પ્લાન તૈયાર થશે.અગાઉ પાલિકાએ એજન્સી પાસે શહેરમાં લારી-ગલ્લા તથા ફેરીયાઓનો સર્વે કરાવ્યો હતો. જેમાં શહેરમાં અંદાજે 20 હજાર જેટલા વેન્ડર હોવાનું નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો