કોરોના વાઈરસ:કોરોનાનો કહેર છતાં મૃત્યુ દર સરેરાશ 72 થી ઘટીને 60 થયો

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકડાઉનના એપ્રિલ-મે મહિનાના છેલ્લા 50 દિવસમાં 2999 લોકોનાં મોત થયા

શહેરમાં લોકડાઉન પહેલાના જાન્યુઆરી,ફેબુઆરી અને માર્ચમાં મળી 91 દિવસમાં 6559 લોકોના મોત થયા હતા. સરેરાશ 72 લોકોના મોત થયા છે. જયારે લોકડાઉનના બે મહિનામાં એપ્રિલ અને મેની 20મી તારીખ સુધીના 50 દિવસમાં 2999 લોકોના મોત થયા છે. જેની સરેરાશ ડેઇલી 60 લોકોના મોત થયા છે. જે મોત થયા તેમાં સૌથી વધારે મોત 60 વર્ષની વધુ ઉંમરવાળાના 50 ટકા મોત છે. જયારે 50 અને 60 વર્ષની ઉમરના 14 ટકા અને બાકીના 50 વર્ષની અંદરની ઉંમરના લોકોના મોત થયા છે.  

2020ના પાલિકા દ્વારા જારી કરાયેલા મોતના આંકડાઓ

મહિનો    

ટોટલ મોત
જાન્યુઆરી    2522
ફેબુઆરી    2054
માર્ચ    1993
એપ્રિલ    1769
20 મે સુધી1230

2019ના પાલિકા દ્વારા જારી કરાયેલા મોતના આંકડાઓ

મહિનો

ટોટલ મોત
જાન્યુઆરી    2389
ફેબુઆરી    2238
માર્ચ    2126
એપ્રિલ    1840
20 મે સુધી070

કોરોનાને કારણે મૃત્યુ પામનાર 57 દર્દીઓની ઉંમર 45થી વધુ હતી
21 હાઉસ વાઇફના મોત
21 હાઉસ વાઇફ મહિલાઓના મોત કોરોનાને કારણે થયા છે. શાકભાજી મારફત આ રોગ મહિલાઓને લાગ્યો હોવાનું અનુમાન છે. આ સાથે કોરોનાને કારણે મૃત્યુ પામનાર 57 દર્દીઓની ઉંમર 45થી વધુ હતી.

ટેમ્પો ડ્રાયવર, ડાયમંડ વર્કર ઝપેટે

કોરોનાએ ટેમ્પો ડ્રાયવર, ડાયમંડ ઉપરાંત એમ્બ્રોઇડરી વર્કર, વોચમેન, જરી વર્કર પણ કોરોના સામેની જંગ લડ્યા મૃત્યુ પામ્યા હતાં. નોંધનીય છે કે વેડરોડ ખાતે રહેતો 22 વર્ષીય યુવાન કોરોનાથી મૃત્યુ પામ્યો હતો.

કામ નહીં કરનારા અને રીટાયર્ડ 19 લોકો

 પાલિકા પાસેથી મળતી માહિતી પરથી સામે આવ્યુ છે કે જે 60 મોત નિપજ્યાં છે તેમાં રીટાયર્ડ લોકો અ્ને કોઈપણ જાતનું એક્ટિવ કામ ન કરનારા કુલ 19 લોકો છે. નજીકના લોકો પાસેથી જાણવા મળ્યુ છે કે આ લોકો મોટાભાગે ઘરમાં જ રહેતા હતાં. લોકડાઉન દરમિયાન પણ ઘરમાં જ હતા. છતાં કોરોના તેમને ભરખી ગયો.

19 લોકો એક થી બે દિવસમાં જ મોતને ભેટયાં 

કોરોના પોઝિટિવ આવ્યા બાદ અનેક લોકો એવા હતા જે તેની સામે લડી શકયા નહીં. 60માંથી 19 લોકો તો એવા હતા જે રિપોર્ટ આવ્યા કે તેના બીજા જ દિવસે મોતને ભેટયા, એક જ દર્દી એવો નિકળ્યો જે સતત 15 દિવસ સુધી લડ્યો, બાકીના દર્દી દસ કે બાર દિવસ સુધી ઝઝુમ્યા અને બાદમાં મોતને ભેટયા.

અન્ય સમાચારો પણ છે...